Baroda

વડોદરામાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા નીકળશે,ડોગસ્કવોડ દ્વારા ચેકિંગ

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આવતીકાલે ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા નીકળશે. સ્ટેશન પાસે હિરક બાગથી પોલોગ્રાઉન્ડ સુધી યાત્રા જશે. હજારો ભક્તો ઉમટશે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા 3000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આજે પોલીસે બંદોબસ્તનું રિહર્સલ કર્યું અને ડોગ સ્કવોડે ચેકિંગ કર્યું. પોલીસે અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા નીકળશે,ડોગસ્કવોડ દ્વારા ચેકિંગ

વડોદરામાં આવતીકાલે ગુરૃવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ઇસ્કોન દ્વારા આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૪૫મી રથયાત્રા કાઢવામાં આવનાર છે.જે સ્ટેશન પાસે હિરક બાગ પાસેથી નીકળી પોલોગ્રાઉન્ડ બરોડા સ્કૂલ સુધી પહોંચશે.રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવે છે અને હજારો ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે.
રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ૩૦૦૦થી વધુ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે અને રથ ફરતે સુરક્ષા કવચ અપાતું હોય છે.આ દરમિયાન શહેરના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોવાથી પોલીસે જરૃર હોય તો જ આવા રસ્તા પર બપોર બાદ અવરજવર કરવા અપીલ કરી છે.
આજે સાંજે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.જ્યારે ડોગ સ્કવોડ દ્વારા રથ,મંદિર વિસ્તાર અને રૃટના અન્ય સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી છે અને સાયબર સેલની ટીમ પણ સોશ્યલ મીડિયા પર વોચ રાખી રહી છે.