ગોત્રીમાં પાન પાર્લરની આડમાં દારૂનો ધંધો કરનાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ગોત્રીમાં પાન પાર્લરની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, છાણી ગામમાં માળી મહોલ્લામાં રેહતો રણજીત નાનીભાઇ માળી પોતાના ઘરે વિેદેશી દારુ લાવીને તેનું વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા રણજીત માળી મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૃની 236 બોટલ કિંમત રૂપિયા 41,667ની કબજે કરી હતી. તેમજ એક મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યો હતો. જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, ગોત્રી મધર્સ સ્કૂલની પાછળ આવેલા સ્નેહ ફ્લેટમાં રહેતો વિર પ્રિતેશભાઇ શર્મા ફ્લેટની નીચે પાન પાર્લરની આડમાં દારૂનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે રેડ પાડી હતી.પોલીસે રેડ પાડતા વિર મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની 185 બોટલ કિંમત રૃપિયા 47,598, રોકડા 14,700 મોબાઇલ ફોન તથા ટુ વ્હિલર મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.









