ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી 15 લાખના દાગીનાની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સાઉથ ગોવામાં મડગાવ ખાતે રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતાબેન અરુણકુમાર માલવિયા પરિવારના સભ્યો સાથે ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી પોતાના વતન રાજસ્થાના પાલી જિલ્લામાં ફાલના ખાતે જવા માટે નીકળ્યા હતા. રાત્રિ મુસાફરી દરમિયાન કાંતાબેન પોતાની પાસેનું પર્સ બારીની સાઈડમાં રાખી ઊંઘી ગયા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન બાદ તેઓ ઊંઘમાંથી જાગી ગયા હતા અને પાલના રેલ્વે સ્ટેશન સુધી જાગતા હતા. રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ તેમને પોતાનું પર્સ ચેક કરતા અંદર મુકેલું લાલ કલરનું બોક્સ મળ્યું ન હતું. આ બોક્સમાં રૂપિયા 15 લાખ કિંમતના સોના-ચાંદીના દાગીના હતા. ઉપરોક્ત વિગતોની ફરિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









