Baroda

જવેલર્સના કર્મચારીએ સોનાની બે ચેઇન વગે કરી ડૂપ્લિકેટ ચેઇન મૂકી દીધી

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલબાર જ્વેલર્સના કર્મચારી ફૈઝલ સલીમ મનસુરીએ 4 સોનાની ચેઇન ચોરી કરી હતી. સ્ટોક ચેકિંગ દરમિયાન નકલી ચેઇન મળતા CCTV ફૂટેજ તપાસતા ફૈઝલનો ભાંડો ફૂટ્યો હતો. તેણે 2 ચેઇન પરત કરી, પરંતુ અન્ય 2 ચેઇનનો પત્તો ન લાગતા અકોટા પોલીસે 6 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જવેલર્સના કર્મચારીએ સોનાની બે ચેઇન વગે કરી ડૂપ્લિકેટ ચેઇન મૂકી દીધી

વડોદરાના રેસકોર્સ વિસ્તારના એક જ્વેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીએ સોનાની ચાર ચેઇનો ચોરી લીધી હતી,પરંતુ પકડાઇ જતાં બે ચેઇન પરત કરી હતી.જેથી અકોટા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.
રેસકોર્સ વિસ્તારમાં વાણિજ્ય ભવન સામે આવેલા મલબાર જ્વેલર્સ શો રૃમમાં ગઇ તા.૧૪મી ઓગષ્ટે સ્ટોકની ચકાસણી દરમિયાન સોનાની રૃ.એક લાખની કિંમતની છ ગ્રામની ચેઇનને બદલે એક નકલી ચેઇન મળી હતી.જેથી સીસીટીવી ફૂટેજ તપાસતાં ફૈઝલ સલીમ મનસુરી(આજવારોડ,વડોદરા) નામનો કર્મચારી ચેઇનનું ટેગ હાથ પર લગાવી વોશરૃમમાં જતો અને ત્યારબાદ નકલી ચેઇન મૂકતો દેખાયો હતો.
આ બનાવ પછી જાન્યુઆરીથી સ્ટોકની ગણતરી કરતાં જાન્યુઆરીમાં ૧૮ ગ્રામથી વધુની ૩.૨૧ લાખની એક ચેઇન,ફેબુ્રઆરીમાં રૃ.૨.૮૧ લાખની ૧૬ ગ્રામથી વધુ વજનની ચેઇન અને જૂનમાં ૪ ગ્રામ ઉપરાંતની રૃ.૬૫ હજારની કિંમતની ચેઇન ગૂમ થયાનું જણાઇ આવ્યું હતું અને તેને બદલે ડૂપ્લિકેટ ચેઇન મળી આવી હતી.ફૈઝલની પૂછપરછ કરતાં તેણે બે ચઇન પરત કરી હતી.જ્યારે જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં ચોરી કરેલી રૃ.છ લાખની બે ચેઇનનો પતો નહિ લાગતાં પોલીસે કાર્યવાહી કરી છે.