પ્રશ્નોના નિરાકરણના બદલે સરકારે દંડો પછાડયો લેન્ડ રેકર્ડના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને કારણદર્શન નોટિસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહેસૂલી ખાતાના પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓના ઉકેલની માગ સાથે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળની છેલ્લા ૨૦ દિવસથી ચાલતી હડતાળનો અંત હજી નહી આવતા સરકારે હવે કર્મચારીઓને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને સમગ્ર રાજ્યમાં કારણદર્શનક નોટિસો આપી નાક દબાવવાનું શરૃ કર્યું છે.
સર્વેયરો સહિતના આશરે ૨૦૦૦ જેટલા કર્મચારીઓની હડતાળથી સમગ્ર રાજ્યમાં જમીન માપણી, રિ-સર્વે તથા વાંધા અરજીઓના નિકાલની કામગીરી નહી થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તા.૧૧થી શરૃ થયેલી હડતાળ બાદ કામગીરીથી દૂર રહેતા કર્મચારીઓના કારણે હજારો અરજીઓનો નિકાલ થઇ શક્યો નથી અને કેટલાક અરજદારોને ધરમના ધક્કા ખાવા પડતા હોવા છતાં સરકારની આંખ હજી ઉઘડતી નથી.
જમીનની હદ નક્કી કરાવવા માગતા ખેડૂતો અને અરજદારોને હવે માપણીની કામગીરી ફરી શરૃ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. માત્ર જમીન માપણી અને રિ સર્વે જ નહી પરંતુ પ્રોપર્ટી કાર્ડને લગતી કામગીરીને પણ અસર પડી છે. અચોક્કસ મુદતની હડતાળ બાદ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરી સરકાર જાગે તેવા પ્રયત્નો કર્યા હતાં.
કર્મચારીઓની આક્રમક લડતના પગલે હવે સેટલમેન્ટ કમિશનર દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને બાનમાં લેવાનો પ્રયાસ શરૃ કરાયો છે. કર્મચારીઓને કારણદર્શન નોટિસો આપવામાં કર્મચારીઓમાં ફરી રોષ ફાટી નીકળ્યો છે.




