Baroda

તને તારા પિતાને ઘરે મોકલી દઇ, તારા પિતાને હાર્ટ એટેક લાવી દઇશ

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પુત્રીના જન્મ બાદ ૧૦ લાખની માંગણી કરી સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપ્યો. કચ્છના દેવલપરના સચીન સોનીની બહેન કોમલે આકાશ કંસારા સાથે લગ્ન કર્યા હતા. સાસરિયાઓના ત્રાસથી કંટાળી કોમલે ફિનાઇલ પીને અને હાથ પર ચપ્પુ મારી આત્મહત્યા કરી. પાણીગેટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તને તારા પિતાને ઘરે મોકલી દઇ, તારા  પિતાને હાર્ટ એટેક લાવી દઇશ

પુત્રીના જન્મ થતા પતિ અને અન્ય સાસરિયાઓ દ્વારા તેના ભરણ પોષણ માટે ૧૦ લાખ પિયરમાંથી લઇ આવવાની માગણી કરી હતી. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું હતું. પાણીગેટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના દેવલપર સવાણી ફળિયામાં રહેતા સચીન નરોત્તમભાઇ સોનીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી બહેન કોમલના લગ્ન તા. ૨૮-૦૧-૨૦૨૩ ના રોજ વડોદરા ગણેશ નગર ત્રણ રસ્તા કાન્હા ગોલ્ડમાં રહેતા આકાશ જયપ્રકાશભાઇ કંસારા સાથે થયા હતા. ગર્ભ રહેતા કોમલ પિયરમાં આવી હતી. ત્યારે તેણે સાસુ, સસરા તથા પતિના ત્રાસ અંગે જાણ કરી હતી. દીકરીનો જન્મ થયા પછી મારી બહેન કોમલને તેના સાસરી પક્ષમાંથી કોઇ તેડવા આવ્યું નહતું. અમે મારી બહેન તથા ભાણીને સાસરીમાં મૂકવા ગયા હતા.
મારી બહેન કહેતી હતી કે, દીકરીનો જન્મ થયો હોઇ સાસરીવાળા નારાજ છે. આ છોકરીનો ખર્ચ કોણ ઉઠાવશે, તેવું કહીને પિયરમાંથી ૧૦ લાખ લઇ આવવા માટે જણાવે છે. તેઓ જીદ્દ કરી ઝઘડો કરી મારઝૂડ કરે છે. મારી બહેને મને એવું પણ કહ્યુ ંહતું કે, સસરા એવી ધમકી આપે છે કે,તને તારા બાપના ઘરે મોકલી દઇશ, તારા બાપને હાર્ટ એટેક લાવી દઇશ. સાસરિયાના ત્રાસથી કંટાળીને મારી બહેને ફિનાઇલ પી ને તથા હાથ પર ચપ્પુ મારી ઇજા પહોંચાડી આત્મહત્યા કરી લીધી હતી.