અનાજ માટે લાભાર્થીઓ અને રેશનિંગ દુકાન સંચાલક વચ્ચે ભારે રકઝક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના કેવડા બાગ ખાતે આવેલા મધુરમ કોમ્પ્લેક્સની સસ્તા અનાજની દુકાનમાં અનાજ નહીં મળતાં કેટલાક લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. નિયમિત અનાજ મળતું ન હોવાની અને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ સાથે લાભાર્થીઓએ દુકાન સંચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, દુકાન સંચાલકે સરકારી નિયમોનો હવાલો આપતાં બંને પક્ષો વચ્ચે ભારે રકઝક થઈ હતી.
લાભાર્થીઓના જણાવ્યા મુજબ, દુકાનમાંથી નિયમિત અનાજ મળતું નથી. અનાજ લેવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે, છતાં અનાજ મળતું ન હોવાથી તેઓ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક લાભાર્થીઓને છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી અનાજ મળ્યું ન હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
જોકે, દુકાન સંચાલકનું કહેવું હતું કે સરકારના નિયમ મુજબ ફિંગરપ્રિન્ટ આપ્યા બાદ જ અનાજનું વિતરણ કરી શકાય છે. કેટલાક લાભાર્થીઓ ફિંગરપ્રિન્ટ આપ્યા વિના અનાજની માગ કરી રહ્યા છે. અગાઉ ત્રણથી પાંચ મહિના સુધી અનાજ ન મળ્યું હોવાના કારણે હવે તેઓ એકસાથે તમામ મહિનાનું અનાજ માગી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે.
આમ, અનાજ મેળવવા માટે આવેલા લાભાર્થીઓ અને દુકાન સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નિયમિત અનાજ ન મળવાની ફરિયાદ અને ફિંગરપ્રિન્ટના નિયમને લઈને સર્જાયેલી આ રકઝકના કારણે દુકાન ખાતે હોબાળો મચ્યો હતો.




