Baroda

ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે સીલ કરાઈ

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનની ખોરાકશાખાએ સંગમ, તુલસીધામ, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં 21 એકમોનું ચેકિંગ કર્યું હતું. જેતલપુર રોડ પર 'ઈશ્વર લાઈવ વેફર'માંથી કેળા, 'સાંઈનાથ નાસ્તા હાઉસ'માંથી સમોસા અને 'ખુશ્બૂ કોર્નર'માંથી ચટણીનો વાસી જથ્થો નાશ કરાયો. ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરુકૃપા રેસ્ટોરન્ટ' ગંદકીને કારણે બંધ કરાવાઈ. કમિશ્નરે સેમ્પલ લેવાની સંખ્યા વધારવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંડેરાવ માર્કેટ પાસેની 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ગંદકી મુદ્દે સીલ કરાઈ

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાકશાખાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ચેકિંગની કાર્યવાહી કરાઈ રહી છે.

સંગમ ચાર રસ્તા, તુલસીધામ ચાર રસ્તા, જેતલપુર રોડ, ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં લારી- સ્ટોલ, રેસ્ટોરન્ટ મળી કુલ ૨૧ એકમો ખાતે ઈન્સપેક્શનની કામગીરી કરાઈ હતી.

જેતલપુર રોડ પરના 'ઈશ્વર લાઈવ વેફર'થી કેળા, 'સાંઈનાથ નાસ્તા હાઉસ' સ્ટોલથી સમોસા અને 'ખુશ્બૂ કોર્નર' પરથી ચટણીના વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો, જ્યારે ખંડેરાવ માર્કેટ પાસે 'ગુરૃકૃપા રેસ્ટોરન્ટ' ખાતે ગંદકી જણાતા યુનિટ બંધ કરાવાયું છે.

ફૂડ વિભાગ દ્વારા એક દિવસમાં ખાદ્ય પદાર્થોના ૯૦ સેમ્પલ લેવામાં આવે છે. આજે મ્યુનિ.કમિશ્નરે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની સંખ્યામાંં  વધારો કરવા ફૂડ સેફ્ટી ઓફિસરોને  સૂચના આપી છે.