Baroda

સંસ્કૃત સપ્તાહ નિમિત્તે અઢી લાખ લોકોને સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશા મોકલાશે

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. દેવસાયુજ્યમ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા 2 લાખ લોકોને સંસ્કૃતમાં રક્ષાબંધન અને સંસ્કૃત દિવસની શુભકામના મેસેજ મોકલાશે. 50 કાર્યકરોની ટીમ બુધ-ગુરુવારે આ અભિયાન ચલાવશે. સંસ્કૃત ભાષાને જીવંત રાખવા સંસ્થા વર્ષભર વિવિધ કાર્યક્રમો યોજે છે, જેમાં વોટ્સએપ દ્વારા સંસ્કૃત શિક્ષણ પણ અપાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસ્કૃત સપ્તાહ નિમિત્તે અઢી લાખ લોકોને સંસ્કૃત ભાષામાં  શુભેચ્છા સંદેશા મોકલાશે

એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે.આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ ચાલશે.
આ દરમિયાન શહેરમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થા દેવસાયુજ્યમ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે.સંસ્થા દ્વારા બે લાખ લોકોને સંસ્કૃત ભાષામાં સંસ્કૃત દિવસની અને રક્ષાબંધનની શુભકામના પાઠવતા મેસેજ મોબાઈલ પર મોકવાનું અભિયાન શરુ કરાયું છે.
સંસ્થા સાથે સંકળાયેલા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ડો.પ્રફુલ પુરોહિતનું કહેવું છે કે સંસ્થાના ૫૦ જેટલા કાર્યકરોની ટીમ બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ લોકોને મોબાઈલ પર સંસ્કૃત ભાષામાં મેસેજ મોકલવા માટેની કવાયત શરુ કરી દેવાઈ છે.આવતીકાલે, ગુરુવારે પણ આખો દિવસ મેસેજ મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેવસાયુજ્યમ સંસ્કૃત પ્રતિષ્ઠાન સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે વર્ષ દરમિયાન સંસ્કૃત સંભાષણ, ભગવદ્ ગીતાની પરીક્ષા, બાળકો માટેની સ્પર્ધાઓનું આયોજન કરાતું હોય છે.

વોટસએપના માધ્યમથી સંસ્કૃત શીખવાડાય છે
સંસ્થા દ્વારા વોટસએપ થકી પણ લોકોને સંસ્કૃતનું પાયાનું શિક્ષણ આપવામાં આવ્યું છે.આ માટે સંસ્થામાં નોંધાયેલા લોકોને રોજ વોટસએપ પર સંસ્કૃતના બે વાક્યો સંસ્કૃત ભાષામાં તેના ગુજરાતી અર્થ સાથે મોકલવામાં આવે છે.આ રીતે ફર્સ્ટ લેવલમાં દરેક વ્યક્તિને સંસ્કૃતમાં પાંચસો શબ્દો તથા ૨૫૦ વાક્યો બોલી શકે તેટલું શિક્ષણ અપાય છે.આગળ શીખવા ઈચ્છુક લોકો માટે સેકન્ડ લેવલનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.