દો લાખ દે દે, વરના તેરે કેફે નામ બોલ દુંગી.. તમન્ના અને તેના પતિ સોહેલ સામે વધુ એક ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરી ડ્રગ્સ ક્યાં ક્યાં મળે છે અને કોણ કોણ વેચે છે તેની માહિતી જાહેર કરનાર તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદ સામે ડ્રગ્સના નામે બ્લેકમેલિંગની અને વ્યાજખોરીની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
છાણીના એલેમ્બિક વિસ્તારમાં વેદા ટુ ખાતે રહેતી તમન્ના સૈયદ છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડીયો સોશિયલ મીડિયા ઉપર જાહેર કરતી હોવાથી ચર્ચામાં હતી. આ દરમિયાન પોલીસે તમન્ના તેમજ તેના પતિ સોહેલ સૈયદ સામે 22% વ્યાજ એ ત્રણ લાખ રૂપિયા આપી બાર લાખ વસૂલવાના અને બાકીની રકમની માંગણી કરી ફરિયાદી આરિફને ડ્રગ્સ કેસનો વિડીયો બનાવવાની ધમકી આપવા બદલ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને દંપતીને સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
બીજી તરફ એસ.ઓ.જી દ્વારા તમન્ના સૈયદ સામે ખોટા વિડિયો વાઈરલ કરી અને પોલીસને સહકાર નહિ આપી ફોલોવર્સ વધારવા માટે પોલીસ માટે સમાજમાં ઘૃણા ના પેદા થાય તેવા આક્ષેપો સાથે સાયબર સેલમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
તો ગઈકાલે મોડી સાંજે ફતેગંજના લક્ષ્ય એપાર્ટમેન્ટમાં ભાડાની દુકાનમાં ઇનવિઝિબલ કેફે ચલાવતા મહંમદ ઝૈદ શેખ (કિસ્મત કોલોની આજવા રોડ) એ તમન્ના અને તેના પતિ સામે એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે તમન્નાએ ગઈ ૩જી ઓગસ્ટે ફતેગંજના લક્ષ્ય એપાર્ટમેન્ટના એક કેફેમાં એમડી ડ્રગ્સ વેચાય છે તેઓ વીડિયો વાયરલ કર્યો હતો. આ બાબતે મેં તમન્નાનો નંબર લઇ વાત કરી હતી કે મારા સિવાય કોઈનું કેફે છે નહીં અને હું આવો કોઈ ધંધો કરતો નથી. પરંતુ તેણે મને કેફેનું નામ હજી સુધી જાહેર કર્યું નથી પણ રૂપિયા બે લાખ નહિ આપે તો જાહેર કરી દઈશ એમ કહી ધમકી આપી હતી. આ વખતે તેનો પતિ પણ ધમકી આપી પાછળથી વાત કરતો હતો.
સયાજીગંજ પોલીસે આ બાબતે તમન્ના અને તેના પતિ સામે ગુનો નોંધ્યો છે.









