Baroda

વડોદરામાં આજે રાત્રે 10થી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ગેસ પુરવઠા પર અસર

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આજે રાત્રે 10 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી નેટવર્ક જાળવણી માટે શટડાઉન લેવાશે. વાઘોડિયા રોડ, ગાજરાવાડી રોડ, કપુરાઈ રોડ, માંજલપુર, તરસાલી, સરદાર એસ્ટેટ સહિત 7 વિસ્તારોમાં PNG ગેસ પુરવઠા પર અસર થશે. કેટલાક વિસ્તારોમાં દબાણ ઘટશે, જ્યારે અમુક સ્થળે પુરવઠો નહિવત્ પણ થઈ શકે છે. ગ્રાહકોને અગવડ ટાળવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આજે રાત્રે 10થી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ગેસ પુરવઠા પર અસર

Vadodara Gas Limited : વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ નેટવર્કની જાળવણી અને મહત્વપૂર્ણ ટેકનિકલ કામગીરી માટે શટડાઉન લેવામાં આવનાર હોવાથી શહેરના સાત વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે મળતા કુદરતી ગેસ (PNG)ના પુરવઠા પર અસર થશે.
આજે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી વાઘોડિયા રોડ, ગાજરાવાડી રોડ, કપુરાઈ રોડ, માંજલપુર, તરસાલી, સરદાર એસ્ટેટ અને આસપાસના વિસ્તારોમાં ગેસનું દબાણ ઘટવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગેસનો પુરવઠો નહિવત્ પણ થઈ શકે છે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન ગેસના ઓછા દબાણ અથવા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને જરૂરી આયોજન કરવા અપીલ કરવામાં આવી છે. જાળવણીની કામગીરી પૂર્ણ થયા બાદ શુક્રવારે સવારે 6 વાગ્યાથી ગેસ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.