Baroda

છાણી-ટીપી ૧૩ પાસેની નર્મદા કેનાલમાં ગાબડા

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વોર્ડ નંબર-1માં છાણી અને ટીપી-13 વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળામાં ગાબડાં પડતાં અપક્ષ કાઉન્સિલરે ચિંતા વ્યક્ત કરી છે. હાલ ચોમાસામાં પાણી વધે તો પાળાને નુકસાન થવાની અને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જાનમાલને હાનિ પહોંચાડવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે મ્યુનિ. કોર્પોરેશન અને નર્મદા નિગમ સમક્ષ તાત્કાલિક સમારકામની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણી-ટીપી ૧૩ પાસેની નર્મદા કેનાલમાં ગાબડા

અત્રેના વોર્ડ નંબર-૧માં આવેલા છાણી અને ટીપી-૧૩ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળામાં કેટલાક સ્થળોએ ગાબડાં પડતાં અપક્ષ કાઉન્સિલરે કેનાલની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી સમારકામની માગ કરી છે.

છાણી-ટીપી ૧૩ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળાની સ્થિતિ કેટલાક સ્થળોએ બિસ્માર બની છે અને ત્યાં ગાબડાં જોવા મળી રહ્યા છે. હાલ વરસાદી સિઝન હોવાથી આગામી દિવસોમાં કેનાલમાં પાણીની આવક વધે તો પાળાને વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અપક્ષ કાઉન્સિલરે તંત્રનું ધ્યાન દોરી જણાવ્યું કે જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે અને કેનાલમાં પાણીનું પ્રમાણ વધશે તો આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સાથે જાનમાલને નુકસાન પહોંચવાનો ભય ઊભો થઈ શકે છે. વધુમાં એમણે કહ્યું કે આ મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન તેમજ નર્મદા નિગમ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવા માગ કરાશે.