Baroda

બેન્કની એપ્લિકેશન હેક કરી ગઠિયાઓએ રૃપિયા ઉપાડી લીધા

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
પોરના ખેડૂત વિમલભાઈ પટેલના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી સાયબર ગઠિયાઓએ ₹2.62 લાખ ઉપાડી લીધા. 24 ઓગસ્ટે એપ્લિકેશન અપડેટ કરતી વખતે બંધ થઈ, પાસવર્ડ યાદ ન હોવાથી ખુલી નહીં. 3 સપ્ટેમ્બરે પાસવર્ડ બદલી એપ્લિકેશન ચાલુ કરતા 10 ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ઉપડી ગયાનું જણાયું. વરણામા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્કની એપ્લિકેશન હેક કરી ગઠિયાઓએ રૃપિયા ઉપાડી લીધા

બેન્ક ઓફ બરોડાની એપ્લિકેશન જ સાયબર ગઠિયાઓએ હેક કરી પોરના ખેડૂતના ખાતામાંથી ૧૦ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી રૃા.૨.૬૨ લાખ બારોબાર ઉપાડી લીધા હતાં.
પોરમાં પટેલ ફળિયામાં રહેતા વિમલ આશાભાઇ પટેલે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૪ ઓગસ્ટના રોજ હું બેન્ક ઓફ બરોડાની મોબાઇલમાં એપ્લિકેશન અપડેટ કરતો હતો ત્યારે એપ્લિકેશન બંધ થઇ ગઇ હતી. મને પાસવર્ડ યાદ નહી હોવાથી એપ્લિકેશન ખૂલી ન હતી. તા.૨૫થી તા.૨૮ ઓગસ્ટ સુધી વારંવાર મને ઓટીપી આવતા પરંતુ તેને મે કોઇની સાથે શેર કર્યા ન હતાં.
તા.૩ સપ્ટેમ્બરના રોજ મેં પાસવર્ડ ચેન્જ કરી એપ્લિકેશન ફરી ચાલુ કરી ત્યારે જાણ થઇ કે મારા બેન્ક એકાઉન્ટમાંથી ૧૦ ટ્રાન્ઝેક્શન કરી સાયબર ગઠિયાઓએ કુલ રૃા.૨.૬૭ લાખ ઉપાડી લીધા છે. હું તે જ દિવસે બેન્કમાં ગયો અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કોઇએ રૃપિયા ઉપાડી ફ્રોડ કર્યું છે જેથી તે સમયે બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.