નંદેસરીમાં યુવકના ઘરમાં ઘૂસી હુમલાે કરવામાં વડોદરા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નંદેસરીમાં યુવક પર જૂની અદાવતને કારણે ઘરમાં ઘૂસી હુમલાના બનાવમાં પોલીસે વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ઉર્ફેલાલાની ધરપકડ કરી છે.
નંદેસરીના શિવાજીનગરમાં બે મહિના પહેલાં રાજવીરસિંહ સિંધા નામના યુવક પર ઘરમાં ઘૂસી આવેલા કેટલાક હુમલાખોરોએ હુમલો કરતાં નંદેસરી પોલીસે અગાઉ ચાર હુમલાખોરોની ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રનો પત્તો લાગતો નહતો.
આખરે આ ગુનામાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ પોતે જ પોલીસ સમક્ષ હાજર થઇ જતાં પીઆઇ બીડી જાડેજાએ તેને બે દિવસના રિમાન્ડ પર લઇ બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.









