તાંદલજામાં રાત્રે વસાહતમાં આગ 10 ઝુંપડા લપેટાયા : શ્રમજીવીઓનો બચાવ, સામાન ખાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરા તાંદલજા વિસ્તારમાં ગઈ રાત્રે એક વસાહતમાં લાગેલી આગને કારણે દસ જેટલા ઝુંપડા ખાક થઈ ગયા હતા. તાંદલજાની કિસ્મત ચોકડી પાસે એક પ્લોટમાં ઝુંપડા બાંધીને શ્રમજીવીઓના પરિવાર રહેતા હતા. ગઈ રાત્રે શ્રમજીવીઓ સૂઈ રહ્યા હતા ત્યારે એકાએક એક ઝૂંપડામાં આગ લાગતા બુમરાણ મચી હતી.
બનાવને પગલે અન્ય ઝૂંપડાઓમાંથી પણ શ્રમજીવીઓ બહાર દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં એક પછી એક ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા હતા. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ આવી જતા આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. જોકે મોટાભાગના ઝુંપડા આગમાં ખાક થઈ ચૂક્યા હતા અને શ્રમજીવીઓનો સામાન પણ તેમાં નાશ પામ્યો હતો. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.




