Baroda

ગોરવામાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
ગોરવાના ઓધવપુરા ગામ બહાર ગણેશ વિસર્જન યાત્રામાં ગાડી ઊભી રાખવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વહાણવટી મંદિર પાસે થયેલા આ ધિંગાણામાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી. ગોરવા પોલીસે 12 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દિલીપ પરમાર, સચીન સોલંકી સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવામાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી

ગોરવામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગણેશ વિસર્જન દરમિયાન ગાડી ઊભી રાખવાના મુદ્દે ગોરવા નજીકના ઓધવપુરા ગામ બહાર વહાણવટી મંદિર પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુ થયું હતું. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી બંને પક્ષના ૧૨ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં (૧) દિલીપ અશોકભાઇ પરમાર (૨) સચીન મહેશભાઇ સોલંકી (૩) કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકી (૪) ધર્મેશ જશવંતભાઇ પરમાર (૫) મિહીરકુમાર દિલીપભાઇ જાદવ (૬) યશકુમાર સંતોષભાઇ રાઠોડ (૭) વિજય છગનસિંહ પરમાર (૮) યોગેશ વિઠ્ઠલભાઇ પરમાર(૯) અમરસિંહ ફતેસિંહ પરમાર (૧૦) વિરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર (૧૧) અતુલકુમાર અશોકભાઇ પરમાર તથા (૧૨) સંજય જશવંતભાઇ પરમાર ( તમામ રહે. ઓધવપુરા ગામ) નો સમાવેશ થાય છે.