ગોરવામાં કૂતરાને આઇસ્ક્રિમ આપવાના મુદ્દે પાડાેશીઓ વચ્ચે મારામારીઃસામસામી ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવાની જયનારાયણ સોસાયટી-૨માં કૂતરાને આઇસ્ક્રિમ ખવડાવવાના મુદ્દે ઝઘડો થયા બાદ મારામારી થતાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
લીનાબેન પટેલે પોલીસને કહ્યું છે કે અમારી ઉપર રહેતા યુવરાજે તા.૧લીએ રાત્રે કૂતરાને આઇસ્ક્રિમ ખાવા આપતાં મેં તેને સમજાવ્યો હતો.જેથી તેણે થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હતી.બીજા દિવસે મારો ભાણીયો સ્મિત પરમાર તેના મિત્રો સાથે કારમાં આવ્યો હતો અને યુવરાજને સમજાવતાં તેણે તેમજ તેના પરિવારજનોએ ઝપાઝપી કરી હતી.જેથી પોલીસે યુવરાજ, રાજેશ્વરી,કરૃણાબેન અને પિતા હરિશભાઇ રાજ સામે ગુનો નોંધ્યો છે.
સામે પક્ષે કરૃણાબેન રાજે કહ્યું છે કે,કૂતરા બાબતે ઝઘડો થયા બાદ બીજા દિવસે રાત્રે મારો પુત્ર બાઇક પર બેઠો હતો ત્યારે સ્મિત પરમાર તેના મિત્રો સાથે કારમાં આવ્યો હતો. તેમણે મારા પુત્રને માર મારતાં અમે દોડી આવ્યા તો અમારી સાથે પણ ઝપાઝપી કરી હતી.પોલીસે લીનાબેન,પિયુષ પંડયા,એરોન ક્રિસ્ટીયન અને નિલમબેન માળી સામે ગુનો નોંધ્યો છે.




