Baroda

વડોદરા જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ખોફઃવાઘોડિયા બાદ ડભાેઇ તાલુકામાં ખેતમજૂર પર હુમલાથી ગભરાટ

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ડભોઈના કનાઈડા ગામડી સીમમાં 55 વર્ષીય પ્રહલાદભાઈ વસાવા પર વહેલી સવારે ખેતરે જતાં દીપડાએ હુમલો કર્યો હતો. તેમને હાથ-પગમાં ઈજા થઈ હતી. ગ્રામજનોના આવવાથી દીપડો ભાગી ગયો. ફોરેસ્ટ વિભાગે પાંજરા મૂકીને પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ખોફઃવાઘોડિયા બાદ ડભાેઇ તાલુકામાં ખેતમજૂર પર હુમલાથી ગભરાટ

વડોદરા જિલ્લામાં દીપડો માણસનું લોહી ચાખી જતાં ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે,જ્યારે માનવભક્ષી દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગની ટીમો પણ દોડતી થઇ છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામે અઢી મહિના પહેલાં ત્રાટકેલા દીપડાએ પહેલીવાર હિંમતભાઇ પરમાર અને મણીભાઇ પરમાર નામના બે ગ્રામજનો પર હુમલો કરતાં ગ્રામજનોએ કેટલાક દિવસ સુધી મારક હથિયારો સાથે રાત્રિ જાગરણ કર્યું હતું.જ્યારે ફોરેસ્ટ વિભાગે પણ માનવીનું લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા માટે પ્રયાસ જારી રાખ્યા છે.
આવી જ રીતે હવે ડભોઇ તાલુકાના કનાઇડા ગામડીની સીમમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે.પ્રહલાદભાઇ વસાવા(૫૫ વર્ષ)નામના ગ્રામજન વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે ખેતરમાં જઇ રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કરતાં તેમને હાથે,પગે અને અન્ય ભાગે ઇજાઓ થઇ હતી.
પ્રહલાદભાઇએ જીવ બચાવવા માટે પ્રયાસ કરવાની સાથે સાથે બૂમરાણ મચાવતાં ગ્રામજનો દોડી આવ્યા હતા,જેથી દીપડો ભાગી ગયો હતો.ઇજાગ્રસ્ત પ્રહલાદભાઇને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતા.નડા ગામના ભાવેશ પટેલે કહ્યું હતું કે વન વિભાગ સત્વરે દીપડાને નહિ પકડે તો ખેતરોમાં જતા ખેડૂતો અને ખેતમજૂરો પર હુમલાના બનાવો બની શકે છે.જ્યારે આરએફઓ પ્રિતેશ પ્રજાપતિએ કહ્યું છે કે અમે સરપંચને સાથે રાખી પાંજરા મૂકવાની કાર્યવાહી કરી રહ્યા છીએ અને ટીમો પણ પેટ્રોલિંગ કરી રહી છે.