Baroda
મંગલ પાંડે રોડ પર કૂતરાએ હુમલો કરતા વૃદ્ધાની આંગળી કાપવી પડી
By GS Team
26 Sep 20261 min read
વડોદરાના મંગલ પાંડે રોડ પર 70 વર્ષીય રુકમણીબેન શર્મા પર રખડતા શ્વાને હુમલો કર્યો. અગોરા મોલ પાછળના આવાસીય વિસ્તારમાં બનેલી આ ઘટનામાં વૃદ્ધાની એક આંગળી કાપવી પડી હતી. તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવથી સ્થાનિકો, ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં રખડતા કૂતરાઓ દ્વારા રાહદરીઓ પર હુમલાના બનાવો અવાર નવાર થાય છે. મંગલ પાંડે રોડ પર ૭૦ વર્ષની વૃદ્ધા પર હુમલો કરતા તેઓની એક આંગળી કાપવી પડી હતી.
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મંગલ પાંડે રોડ પર કૂતરાના હુમલાની ઘટના સામે આવી છે.અગોરા મોલની પાછળ આવાસના મકાનમાં રહેતા ૭૦ વર્ષના રૃકમણીબેન શર્મા પર કૂતરાએ હુમલો કરી તેના હાથ પર બચકા ભરી લીધા હતા. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા કૂતરૃં ભાગી ગયું હતું. વૃદ્ધાને સારવાર માટે સયાજી હોસ્પિટલમંા લઇ જવામાં આવ્યા હતા. કૂતરાના હુમલામાં વૃદ્ધાને એક આંગળી ગુમાવવી પડી હતી. આ બનાવના પગલે સ્થાનિક રહીશોમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં ભય ફેલાયો છે.