Baroda

દારૃના નશામાં ચૂર કારચાલકે વારસિયા રંીંગ રોડ પર અકસ્માત કર્યો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વારસિયા રીંગરોડ પર ગણેશ વિસર્જન દરમિયાન મળસ્કે 4 વાગ્યે નશામાં ધૂત કાર ચાલક રવિન્દ્ર તડવીએ પૂરપાટ ઝડપે કાર હંકારી ડિવાઇડર કૂદાવી અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે નશાખોર ચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત માંજલપુર પોલીસે પણ નશામાં ટેમ્પો ચલાવનાર ગબ્બુ ડોડિયાર સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના નશામાં ચૂર કારચાલકે વારસિયા રંીંગ રોડ પર અકસ્માત કર્યો

ગણેશ વિસર્જન દરમિયાન નશેબાજ કાર ચાલકે વારસિયા રીંગરોડ પર મળસ્કે ચાર વાગ્યે અકસ્માત કર્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, ડિવાઇડર કૂદી ગઇ હતી. જોકે, સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી.
ગણેશ વિસર્જન દરમિયાન વારસિયા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વારસિયા રીંગ રોડ પર આવેલા દયાવંત યુવક મંડળ લોટસ હોસ્પિટલ સામે આવેલા ગણપતિ પંડાલ ખાતે હાજર હતા.પોલીસ ફરિયાદ મુજબ, મળસ્કે ચાર વાગ્યે ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફથી સંગમ ચાર રસ્તા તરફ એક કાર પૂરઝડપે ધસી આવી હતી. રોડની સાઇડમાં પાર્ક કરેલી એક કાર સાથે તે ધડાકાભેર અથડાયો હતો ત્યારબાદ કાર ડિવાઇડર કૂદાવી દીધી હતી.પોલીસ અને લોકોએ દોડી જઇ કોર્ડન કરીને કાર ચાલક રવિન્દ્ર ઉર્ફે રવિ રોહિતભાઇ તડવી, ઉં.વ.૨૭ (રહે. શિવ વાટિકા નર્સરીની બાજુમાં, વારસિયા રીંગરોડ) ને ઝડપી લીધો હતો.કાર ચાલક દારૃના નશામાં હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, ગઇકાલે બપોરે એક ફોર વ્હીલ ટેમ્પા ચાલકે સુશેન સર્કલ - વડસર રોડના કટ પાસે એક કાર સાથે પાછળથી અકસ્માત કર્યો હતો. જેની માહિતી મળતા માંજલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત અંગે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પરંતુ, ટેમ્પાનો ડ્રાઇવર દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે ડ્રાઇવર ગબ્બુ વાગુ ડોડિયાર (રહે. સંતોષી નગર, વુડાના મકાનમાં,ખિસકોલી સર્કલ પાસે, મૂળ રહે. એમ.પી.) ની સામે ગુનો દાખલ કર્યો છે.