Baroda

સ્ટોપલાઈન ભૂલતા વાહનચાલકો, રાહદારીઓને રોજની થતી હાલાકી

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો દ્વારા સ્ટોપ લાઇનનો ભંગ યથાવત્ છે. લાલ લાઇટ થતાં વાહનો ઝિબ્રા ક્રોસિંગ સુધી પહોંચી જાય છે, જેથી રાહદારીઓને મુશ્કેલી પડે છે. ટ્રાફિક પોલીસની અપીલ અને કેમેરા આધારિત દંડ છતાં નિયમભંગ અટકતો નથી. કેટલાક જંક્શનો પર વીજ થાંભલા અને આરસીસીના બાંકડા પણ ટ્રાફિક વ્યવસ્થાને અડચણરૂપ છે, જેમાં સુધારા જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટોપલાઈન ભૂલતા વાહનચાલકો, રાહદારીઓને રોજની થતી હાલાકી

શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ અને જંક્શન પર વાહનચાલકો દ્વારા સ્ટોપ લાઇનનું પાલન નહીં કરવાની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે.

ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થતાં વાહનચાલકોએ સ્ટોપ લાઇનની પાછળ વાહન ઊભું રાખવાનું હોય છે, પરંતુ મોટાભાગના સ્થળે વાહનો સ્ટોપ લાઇન ઓળંગીને સીધા જ ઝિબ્રા ક્રોસિંગ સુધી પહોંચી જાય છે.

ઝિબ્રા ક્રોસિંગ રાહદારીઓ માટે રસ્તો ઓળંગવા માટે બનાવવામાં આવ્યું છે. જોકે, વાહનો ઝિબ્રા ક્રોસિંગ પર જ ઊભા રહેતા હોઈ રાહદારીઓને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને ટ્રાફિકના ભારે ધસારાવાળા જંક્શનો પર આ સ્થિતિ વધુ અસર કરે છે.

ટ્રાફિક પોલીસ અને પ્રશાસન દ્વારા વાહનચાલકોને સ્ટોપ લાઇનનું પાલન કરવા અવારનવાર અપીલ કરવામાં આવે છે, તેમ છતાં અનેક વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી. બીજી તરફ, કેમેરાના આધારે સ્ટોપ લાઇન ક્રોસ કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ થઈ રહી છે, છતાં ટ્રાફિક જંક્શનો પર નિયમભંગ અટકાવવા વધુ કડકાઇ દાખવવાની જરૃરિયાત ઊભી થઈ છે.

જંક્શનોની રચનામાં પણ સુધારા જરૃરી

શહેરના કેટલાક ટ્રાફિક જંક્શનો ખાતે માર્ગની રચના અને સુવિધાઓમાં પણ સુધારાની જરૃરિયાત છે. હાલ કેટલાક સ્થળોએ રસ્તા પર ગોઠવાયેલા આરસીસીના બાંકડા અને અન્ય દબાણો વાહનચાલકો માટે નડતરરૃપ બની રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ રસ્તા પર આવેલા વીજ થાંભલા પણ ટ્રાફિક વ્યવસ્થાને અસર કરી રહ્યા છે. સંગમ ચાર રસ્તા પાસે થાંભલો અને મહાવીર ચાર રસ્તા પરના આરસીસી બાંકડા અડચણરૃપ છે.