Baroda

હરણી ગોલ્ડન ચોકડી પાસેથી 9.96 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર પકડાયો

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પોલીસે ગઈ મધરાત્રે ગોલ્ડન ચોકડી પાસેથી 9.96 લાખનો દારૂ ઝડપ્યો. ગણેશ વિસર્જન નિમિત્તે પેટ્રોલિંગ દરમિયાન ડીસીપી ઝોન-4 ના સ્કવોડે બોલેરો કારમાંથી 2880 દારૂની અને 3600 બિયરની બોટલ પકડી. પોલીસે ડ્રાઇવર ભાગીરથ સોનારામ ગોડની ધરપકડ કરી છે, જ્યારે કાર માલિક કાંતિલાલ ધાનાજી સહિત અન્ય વોન્ટેડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હરણી ગોલ્ડન ચોકડી પાસેથી 9.96 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર પકડાયો

Vadodara: વડોદરાના ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી પોલીસે ગઈ મધરાત્રે એક કારમાંથી 9.96 લાખનો દારૂ કબજે કર્યો હતો.

વડોદરામાં એક પછી એક દારૂના મોટા જથ્થા પકડાઈ રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ છેલ્લા ચાર દિવસમાં ત્રણ સ્થળેથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તારે શહેર પોલીસે ગઈ રાતે ગણેશ વિસર્જન નિમિત્તે પેટ્રોલિંગ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસેથી દારૂનો વધુ એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ડીસીપી ઝોન-૪ ના સ્કવોડ દ્વારા ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે એક બોલેરોને આંતરીને તપાસ કરતાં તેમાં મુકેલા 20 જેટલા કેરેટની પાછળ થી દારૂની 28 80 અને બિયરની 3600 બોટલ મળી કુલ 9.96 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારના ડ્રાઇવર ભાગીરથ સોનારામ ગોડ(નોખડા, બારમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર કારના માલિક કાંતિલાલ ધાનાજી તેમજ દારૂ લેવા આવનાર સહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે.