Baroda

કોર્પોરેશનના વાહનમાંથી ડીઝલ ચોરી કરતો ડ્રાઇવર પકડાયો

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના હરણી રોડ પર સવાદ ક્વાટર્સ નજીકથી કોર્પોરેશનના રોલર મશીનમાંથી ડીઝલ ચોરતો ડ્રાઇવર સંજય કહાર તેના 2 સાગરીતો સાથે રંગેહાથે ઝડપાયો છે. LCB ઝોન-4 ટીમે બાતમીના આધારે દરોડો પાડી ડીઝલ ચોરી અટકાવી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો. સંજય 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ડીઝલ વેચતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેશનના વાહનમાંથી  ડીઝલ ચોરી કરતો ડ્રાઇવર પકડાયો

કોર્પોરેશનના રોલર મશીનનો ડ્રાઇવર ડીઝલ ચોરી કરતા રંગેહાથે ઝડપાઇ ગયો છે. પોલીસે ડ્રાઇવર તથા અન્ય બે સહિત કુલ ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમને માહિતી મળી હતી કે, હરણી રોડ સવાદ ક્વાટર્સ વોર્ડ - ૪ ની ઓફિસના પાર્કિગમાં મૂકેલા કોર્પોરેશનના વાહનોમાંથી ડ્રાઇવર સંજય કહાર તેમજ તેના સાગરીતો ડીઝલની ચોરી કરે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કોર્પોરેશનના રોલર મશીનની ફ્યૂઅલ ટેન્કમાં પ્લાસ્ટિકની પાઇપ મૂકી કારબામાં ડીઝલ ભરવામાં આવી રહ્યું હતું. પોલીસે ડીઝલ ચોરી બંધ કરાવી હતી. સ્થળ પરથી ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં (૧) સંજય હિરાભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડિયુ, વાઘોડિયારોડ) (૨) દિનેશ મણીલાલ કહાર (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) તથા (૩) ધર્મેશ દિનેશભાઇ ચુનારા (રહે. શીયાબાગ પોલીસ ચોકીની બાજુમાં, પોલો ગ્રાઉન્ડ, રાજમહેલ રોડ) છે. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, હું અલ્ટ્રા મોડલના કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ મહિનાથી રોલર મશીન પર ડ્રાઇવર તરીકે નોકરી કરૃં છું. હું મારા બે મિત્રોને ડીઝલ ચોરીને કારબામાં આપું છું. અગાઇ બે વખત પાંચ - પાંચ લીટર ડીઝલની ચોરી કરી છે. એક લીટર ડીઝલ ૭૦ રૃપિયામાં તેઓને વેચાણ આપતો હતો. દિનેશે પોલીસને એવી કહ્યું હતું કે,ચોરીનું ડીઝલ હું મારા છકડા માટે ઉપયોગમાં લઉં છં. મારા મિત્ર ધર્મેશને હું મદદ માટે મારી સાથે લઇ જતો હતો.