દિવ્યાંગ યુવાનની હત્યા કરીને મોબાઇલ લૂંટી તેનો મિત્ર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ વડોદરા રોડ પર આવેલ પલાસવાડા ગામની સીમમાં અલ્પદ્રષ્ટિ ધરાવતા એક યુવકની સાંકળ વડે ગળે ટૂંપો આપી મોબાઇલ લૂંટીને તેનો મિત્ર ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા ખાતે રહેતા દિવ્યાંગ અલ્પદ્રષ્ટિ ધરાવતો ફયાઝઅહેમદ મેહબુબઅહેમદ શેખ(ઉ.વ.૨૮) પેસેન્જર ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરતો હતો ત્યારે તેની હરિયાણાના રોહતક જિલ્લાના મોખરા ખાસ ગામના રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર જાટ નામના શખ્સ સાથે મિત્રતા થઇ હતી. પલાસવાડા પાસેના સ્ટેશન પાસે ફયાઝઅહેમદને ઉતારી રાહુલ પલાસવાડા ગામની સીમમાં આવેલ સવિતા એસ્ટેટ સામેના એક ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો.
આ સ્થળે દીવાલ પાસે ફયાઝઅહેમદને સાંકળ વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી તેનો મોબાઇલ ફોન લૂંટીને રાહુલ ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




