પેવર બ્લોક માટે રસ્તાઓ ખોદી કામગીરી અધૂરી મૂકી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના વોર્ડ નંબર-૧૬માં વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રસ્તાનું બંને તરફ ખોદકામ કર્યા બાદ કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
શરણમ ચાર રસ્તા પાસે આવેલી પ્રમુખપાર્ક, ધનલક્ષ્મી, કૃષ્ણાશ્રય, ઉમાપાર્ક સહિતની ૧૦ સોસાયટીઓના રહીશોએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પેવર બ્લોક નાખવાની કામગીરી માટે બંને તરફનો મુખ્ય માર્ગ ખોદી નાખ્યો છે. મ્યુનિ.અધિકારીએ ચોમાસાનું કારણ આગળ ધરી કામગીરી અધવચ્ચે છોડી દીધી છે.
એમણે કહ્યું કે રસ્તો ખોદાયેલો હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. આ સમસ્યા છેલ્લા છ મહિનાથી યથાવત્ છે.
વોર્ડ કચેરીમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે, છતાં હજુ સુધી રસ્તાનું સમારકામ કરાયું નથી તેવું જણાવાયું છે.









