વડોદરામાં શ્રીજીના દર્શને ઉમટતી ભીડ વચ્ચે પંડાલોમાં પડદાથી ભક્તોને હાલાકી : ટ્રાફિક સમસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ganeshotsav : વડોદરા શહેરમાં ગણેશોત્સવ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગણેશ પંડાલોમાં શ્રીજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો રાત્રિના સમયે ઉમટી રહ્યા છે. મોડી રાત સુધી લોકોની અવરજવર રહેતી હોવાથી મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ભીડને નિયંત્રિત કરવા અને વાહનવ્યવહાર જાળવી રાખવા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકસાથે દર્શન માટે પહોંચતા હોવાથી ભીડમાં ચોરી, છેડતી અને મારામારી જેવી ઘટનાઓનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં પંડાલોમાં દર્શન વ્યવસ્થા સરળ અને સુવ્યવસ્થિત રહે તે જરૂરી છે. જોકે, કેટલાક સ્થળોએ શ્રીજીની પ્રતિમા આગળ બિનજરૂરી રીતે પડદા લગાવવામાં આવતા ભક્તોને દર્શન કરવા માટે લાંબો સમય ઊભા રહેવાની ફરજ પડે છે. પરિણામે પંડાલની બહાર લોકોની ભીડ એકઠી થાય છે અને મુખ્ય માર્ગ પર વાહનવ્યવહારને પણ અસર પહોંચે છે.
ગણેશ પંડાલોમાં દર્શન માટે આવતા ભક્તોને બિનજરૂરી રાહ જોવી ન પડે અને ભીડનું સંચાલન સરળ બને તે માટે જરૂર ના હોય તેવા પંડાલો ખાતે આયોજકોએ પડદા લગાવવાનું ટાળવું જોઈએ તેવી લોકમાગ ઊઠી છે.




