Baroda

આજે રવિવાર હોવા છતા શહેરમાં બેન્કોની 800 બ્રાન્ચો કાર્યરત રહેશે

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં હડતાળનું એલાન અપાયું છે. જોકે, વડોદરા શહેરમાં 27 સપ્ટેમ્બરે, રવિવારે બેન્કો ચાલુ રહેશે. આ નિર્ણયને યુનિયને પણ ટેકો આપ્યો છે, જેથી 800થી વધુ બ્રાન્ચોમાં કર્મચારીઓ ફરજ બજાવશે. શનિ-રવિ રજા, જૂની પેન્શન યોજના અને પેન્શન સુધારાની માંગણીઓ સાથે આ હડતાળ છે. 30 સપ્ટેમ્બર સુધી હડતાળથી અબજો રૂપિયાનું ક્લિયરિંગ ઠપ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે રવિવાર હોવા છતા શહેરમાં બેન્કોની 800 બ્રાન્ચો કાર્યરત રહેશે

રાષ્ટ્રીયકૃત બેન્કોના વિવિધ કર્મચારી સંગઠનોના બનેલા સંયુક્ત સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા તા.૨૮ થી ૩૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ બેન્કોમાં હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
જોકે તે પહેલા તા.૨૭ સપ્ટેમ્બર, રવિવારે બેન્કો ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના કારણે વડોદરા શહેરમાં વિવિધ બેન્કોની ૮૦૦ ઉપરાંત બ્રાન્ચો ગ્રાહકો માટે ચાલુ રહેશે.યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને પણ આ નિર્ણયને ટેકો આપ્યો હોવાથી મોટાભાગના કર્મચારીઓ બેન્કોમાં આવતીકાલે, રવિવારે ફરજ બજાવશે.
એ પછી તા.૩૦ સપ્ટેમ્બર સુધી બેન્કોમાં હડતાળના કારણે અબજો રુપિયાનું ક્લિયરિંગ ઠપ રહેશે.કર્મચારી સંગઠનોએ બેન્કોમાં શનિવાર અને રવિવારે રજાની તેમજ જૂની પેન્શન યોજના , પેન્શનમાં સુધારા સહિતની માગણીઓને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે.