વિશ્વામિત્રી સ્ટેશન પર મુખ્ય ટ્રેનોના સ્ટોપેજ વધારવા માગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પશ્વિમ રેલવેના જનરલ મેનેજર તથા વડોદરા ડીઆરએમને લેખિત રજૂઆત કરી વિશ્વામિત્રી સ્ટેશન પર ગુજરાત એક્સપ્રેસ, ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસ અને ગુજરાત ક્વીનને બે મિનિટનું સ્ટોપેજ આપવા માગ કરી છે.
એસોસિએશના પ્રમુખે કરેલી રજૂઆત મુજબ, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલું છે અને હાલ સ્ટેશનનો પુનઃવિકાસ કરાયો છે. જોકે હાલમાં અહીં મર્યાદિત ટ્રેનો જ ઊભી રહેતી હોવાથી મકરપુરા, તરસાલી, માંજલપુર, અટલાદરા, પાદરા રોડ સહિતના વિસ્તારોના મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન સુધી જવું પડે છે.
સ્ટોપેજ મળવાથી મુસાફરોનો સમય અને ઓટો-ટેક્સી પાછળ થતો ખર્ચ બચશે તેમજ વડોદરા જંકશન પર મુસાફરોની ભીડ, વાહનવ્યવહાર અને પાર્કિંગનું ભારણ ઘટશે. સુરત, ભરૃચ અને મુંબઈ તરફ રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થીઓ તથા વેપારીઓને આ સુવિધાથી લાભ થશે એમ રજૂઆતમાં જણાવાયું છે.




