Baroda

35મી ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં દીપક હલવાઈને રજત ચંદ્રક

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મોહાલી, પંજાબ ખાતે 35મી GV માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ-2026 યોજાઈ હતી. જેમાં વડોદરાના દીપક હલવાઈએ રાઈફલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતી શહેરનું ગૌરવ વધાર્યું છે. બરોડા રાઇફલ ક્લબના દીપકે 50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન ચેમ્પિયનશિપની માસ્ટર મેન ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. 22 વર્ષથી ભાગ લેતા દીપકે 13 મેડલ અને રાજ્યકક્ષાએ 28 સુવર્ણચંદ્રક મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

35મી ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં દીપક હલવાઈને રજત ચંદ્રક

GV Mavalankar Shooting Championship : મોહાલી, પંજાબ ખાતે યોજાયેલી 35મી ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ-2026ની રાઈફલ ઇવેન્ટમાં વડોદરાના બરોડા રાઇફલ ક્લબના રમતવીર દીપક હલવાઈએ રજત ચંદ્રક મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે.
ચેમ્પિયનશિપમાં દીપક હલવાઈએ 50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન ચેમ્પિયનશિપની માસ્ટર મેન ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રજત ચંદ્રક મેળવ્યો હતો.
દીપક હલવાઈ છેલ્લા 22 વર્ષથી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં તેમણે અત્યાર સુધીમાં 13 મેડલ મેળવ્યા છે. ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેઓ સતત 28 વર્ષથી સુવર્ણ ચંદ્રક મેળવતા આવ્યા હોવાનું બરોડા રાઇફલ ક્લબ દ્વારા જણાવાયું છે.