સુભાનપુરામાં દાસ પેંડાવાલા એકમ ગંદકી મુદ્દે બંધ કરાવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાક શાખાની અલગ અલગ ટીમો દ્વારા શહેરના ટીપી -૧૩ છાણી, નવાયાર્ડ, ભાયલી, સુભાનપુરા, તરસાલી રોડ સહિતના વિસ્તારોમાં આવેલ ખાદ્યપદાર્થોના કુલ ૧૦ એકમો ખાતે અણધાર્યા દરોડા પાડી ચેકિંગની કામગીરી કરાઈ હતી.
આ દરમિયાન ટી.પી ૧૩ છાણી ખાતે મધુરમ્ સ્વીટ એન્ડ ફરસાણ ખાતેથી નિયમ વિરૃધ્ધ લેબલવાળા ખાદ્યપદાર્થોનો જથ્થો મળતા સંચાલકને નોટિસ પાઠવી છે. નવાયાર્ડના અંબિકા કેટરર્સ તથા છાયાપુરી રેલવે સ્ટેશનના બીગ બાસ્કેટ વેર હાઉસને ગંદકી મુદ્દે નોટિસ પાઠવાઈ છે.
સુભાનપુરાના અનંતરાય એન્ડ ગ્રાન્ડ સન્સ (દાસ પેંડાવાલા) ખાતેથી કાજુકતરી અને કેસર પેંડાના નમૂના લઈ ગંદકી મુદ્દે નોટિસ આપી એકમને બંધ કરાવાયું છે.ભાયલી વિસ્તારમાં શાળા પાસે ૧૦૦ મીટરના વિસ્તારમાં મા ખોડિયાર એન્ટરપ્રાઈઝ, સાંઈ ખુશી ચાટ ભંડાર, અમૃતમ્ ચાટ અને રજવાડી ચાના સંચાલકો પાસેથી રૃા.૮૦૦નો દંડ વસૂલાયો છે.




