Baroda

ગણેશોત્સવ દરમિયાન મોડીરાત્રે શાી બ્રિજ પર દંપતી સાથે ઝઘડો કરી હુમલો

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં મોડીરાત્રે ગણપતિ દર્શને નીકળેલા દંપતીને હોર્ન વગાડવા મુદ્દે પાંચ યુવકોએ માર માર્યો હતો. ફતેગંજના હરેશ કુંદલાણી અને તેમના પત્ની સુનિતા ઇલોરાપાર્ક જઈ રહ્યા હતા, ત્યારે વારસીયા રીંગ રોડના મયૂર માછી સહિત 5 યુવકોએ હુમલો કર્યો. ગોરવા પોલીસે ગુનો નોંધી તમામ 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવ દરમિયાન મોડીરાત્રે  શાી બ્રિજ પર દંપતી સાથે ઝઘડો કરી હુમલો

મોડીરાત્રે ગણપતિ જોવા નીકળેલા દંપતી સાથે ઝઘડો કરી પાંચ માથાભારે યુવકોએ પતિને માર માર્યો હતો. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી પાંચની ધરપકડ કરી છે.
ફતેગંજ વિસ્તારની યોગીનગર સોસાયટીમાં રહેતા સુનિતા કુંદલાણીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે પોણા બાર વાગ્યે હું અને મારા પતિ હરેશ કુંદલાણી ટુ વ્હીલર પર ગણેશ દર્શન માટે ઈલોરાપાર્ક તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હોર્ન વગાડવાના મુદ્દે પાચ યુવકોએ ભેગા મળીને મારા પતિ સાથે ગાળાગાળી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે (૧) મયૂર સંજયભાઈ માછી અને તેના સાથીદારોના (૨) અક્ષય અશોકભાઇ માછી (૩) સાહીલ અશોકભાઇ માછી (૪) પ્રિતેશ ઔભરતભાઇ કપ્તાન તથા (૫) વિષ્ણુ લક્ષ્મણભાઇ માછી (તમામ રહે. વારસીયા રિંગ રોડ, વડોદરા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.