Baroda

પેટલાદનો કોરોના પોઝિટિવ યુવક સયાજીમાં સારવાર હેઠળ

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાં 4 વર્ષ બાદ કોરોનાનો દર્દી દાખલ થતા તંત્ર સતર્ક બન્યું છે. આણંદના પેટલાદના 41 વર્ષીય યુવાનને શરદી-ખાંસી થતા, 23 જુલાઈએ કોરોના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયો હતો. સેમ્પલ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં અલગ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. હાલ દર્દીની હાલત સ્થિર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટલાદનો કોરોના પોઝિટિવ યુવક સયાજીમાં સારવાર હેઠળ

સયાજી હોસ્પિટલમાં ચાર વર્ષ પછી કોરોનાનો દર્દી સારવાર માટે દાખલ થયો છે. જેના પગલે તંત્ર સતર્ક થઇ ગયું છે. જોકે, દર્દીની હાલત હાલમાં સ્થિર છે.
મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના મુખ્ય મથક પેટલાદ ખાતે રહેતા ૪૧ વર્ષના યુવાનને શરદી ખાંસી થતા સ્થાનિક ક્લિનિકમાં સારવાર શરૃ કરી હતી. ત્યારબાદ પણ તેની તબિયતમાં સુધારો નહીં થતા કોરોનાની શંકા વ્યક્ત થઇ હતી. ગત તા.૨૩મી જુલાઈએ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામંા આવ્યો હતો. યુવાનને શરૃઆતથી જ અલગ વોર્ડમાં રાખી સારવાર શરૃ કરાઇ હતી. દર્દીના સેમ્પલ લઈને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક થઇ ગયું છે. જો કે યુવકની પરિસ્થિતિ સ્થિર છે.