સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રહેણાંક મકાનના કોમર્શિયલ ઉપયોગ સામે VMCએ કાર્યવાહી નહીં કરતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં રહેણાંક મિલકતોનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાની ફરિયાદો વચ્ચે કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી ઉદ્યોગનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવા અંગે સોસાયટીના પ્રમુખ દ્વારા કોર્પોરેશનમાં ત્રણ વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.
સોસાયટીના જણાવ્યા મુજબ, મકાન નંબર એ-3નો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખામાં અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં ફરિયાદનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.
દરમિયાન રહેણાંક મિલકતોનો નિયમ વિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ, બાંધકામના નિયમો અને સ્થાનિક સત્તાધિકારીઓની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને લઈને પણ ચર્ચા છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે જો રહેણાંક મિલકતનો નિયમ વિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો કોર્પોરેશન દ્વારા તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.
ત્રણ વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવતાં રહીશોએ માંગ કરી છે કે સ્થળ તપાસ કરવામાં આવે અને જો રહેણાંક મિલકતનો નિયમ વિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું જણાય તો નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રહીશોએ આ મામલે કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.




