Baroda

વડોદરામાં ગણેશોત્સવ પહેલાં મહાદેવ ચોકમાં પંડાલ મુદ્દે વિવાદ : માર્ગ પર પંડાલ બનાવતા આયોજકો દૂર કરવા કોર્પોરેશનની સૂચના

By GS Team
27 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા કથળી છે. પિક અવર્સમાં રોજેરોજ ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન છે. આડેધડ પાર્કિંગ અને બ્રિજની ડિઝાઇનમાં ખામી સમસ્યા વધારી રહી છે. તહેવારોની સિઝનમાં રાવપુરા, અટલ બ્રિજ સહિતના વિસ્તારોમાં ભીડ વધી છે. ગણેશ પંડાલોને કારણે પણ અનેક રસ્તાઓ બંધ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગણેશોત્સવ પહેલાં મહાદેવ ચોકમાં પંડાલ મુદ્દે વિવાદ : માર્ગ પર પંડાલ બનાવતા આયોજકો દૂર કરવા કોર્પોરેશનની સૂચના

Vadodara News : વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે વધુ ચિંતાજનક બની રહી છે. પિક અવર્સ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં રોજેરોજ ટ્રાફિક જામ સર્જાતો હોવાથી વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવાની ફરજ પડે છે. પરિણામે સમયનો વ્યય થવાની સાથે ઇંધણનો પણ બિનજરૂરી વપરાશ થઈ રહ્યો છે.
ટ્રાફિકમાં વહેલા પસાર થવાની ઉતાવળમાં વાહનો એકબીજાને અડી જવાના બનાવો બનતા વાહનચાલકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. શહેરની વધતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકનું આયોજન કરવામાં આવતું હોવાના દાવા વચ્ચે જમીની હકીકત તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતા શહેરની ટ્રાફિક વ્યવસ્થા જોતા જાણે હજુ પણ ગ્રામ્ય વિસ્તાર જેવી સ્થિતિ હોય તેવો ભાસ થઈ રહ્યો છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વિવિધ સ્થળોએ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, બ્રિજની ડિઝાઇન અને આસપાસના રસ્તાઓના જોડાણમાં ચોક્કસ અને ભવિષ્યલક્ષી આયોજનનો અભાવ હોવાના કારણે બ્રિજ ઉપર પણ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે સમસ્યાના કાયમી ઉકેલને બદલે એક સ્થળનો ટ્રાફિક બીજા સ્થળે ખસેડાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
રસ્તા પર થતા આડેધડ પાર્કિંગને પણ ટ્રાફિક જામનું મોટું કારણ માનવામાં આવે છે. રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોમાં પૂરતી પાર્કિંગ જગ્યા ન છોડવામાં આવતી હોવાથી લોકો પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવા મજબૂર બને છે. જેના કારણે પહેલેથી જ મર્યાદિત પહોળાઈ ધરાવતા રસ્તાઓ વધુ સાંકડા બની જાય છે અને ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.
હાલ તહેવારોની સિઝન ચાલી રહી હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે બજારો તરફ જઈ રહ્યા છે. તેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોનું ભારણ વધ્યું છે. રાવપુરા, ચાર દરવાજા, અટલ બ્રિજ, ગોત્રી, અટલાદરા સહિતના વિસ્તારોમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી નગરજનો પરેશાન થઈ રહ્યા છે.
ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી પણ જોવા મળતી ન હોવાની વાહનચાલકોની ફરિયાદ છે.
તોતિંગ ગણેશ પંડાલોને કારણે પણ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા : રહીશો પણ પરેશાન
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા અને બદલે ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે આગામી દિવસોમાં ઉત્સાહભેર રીતે ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે આ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તોતિંગ ગણેશ પંડાલો બંધાઈ ગયા છે. હવે ગણેશજીની સ્થાપના થશે જેને કારણે મુખ્ય રસ્તા તેમજ સોસાયટીના આંતરિક રસ્તાઓ અનેક જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો માંડ એક વાહન પસાર થાય એટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવી હોવાને કારણે વાહન ચાલકો અટવાઈ પડે છે એટલું જ નહીં સોસાયટીના રહીશો પણ તોતિંગ ગણેશ પંડાલોને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વડોદરા શહેરમાં આગામી દિવસમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થશે તે પૂર્વે શહેરમાં અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલો બંધાઈ ગયા છે ત્યારે જે રીતે ગણેશજીની પ્રતિમાનું કદ નક્કી થયું હતું તે રીતે હવે પંડાલોનું પણ કદ નક્કી કરવાનો સમય આવી ગયો છે કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં તોતિંગ પતરાના શેડવાળા અને પ્લાસ્ટિકથી કવર કરેલા એવા પંડાલો ઘેર ઘેર બંધાઈ ગયા છે. પંડાલો રસ્તા પર કે સોસાયટીના આંતરિક રસ્તા ઉપર બાંધવામાં આવે છે જેને કારણે એક તરફનો આખો રસ્તો બંધ થઈ જાય છે અથવા તો એકાદ વાહન નીકળી શકે તે રીતે રસ્તો નાનો કરી દેવામાં આવે છે.
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના જ આગેવાનોના આશીર્વાદથી ગણેશ પંડાલો બંધાઈ રહ્યા છે.
જેમાં ગણેશ મંડળોને સંસદ સભ્ય હોય કે ધારાસભ્યો કે કોર્પોરેટરો તેઓનો સપોર્ટ મળતો હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે. હરણી જવાના રસ્તા પર ભાજપના એક આગેવાનના આશીર્વાદથી 90 ટકા રસ્તો રોકી પંડાલ બાંધવામાં આવ્યો છે. જેમાં એક બે વૃક્ષનું પણ છેદન કરવામાં આવ્યું હતું.
સોસાયટીના રહીશોએ સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે ટ્રાફિકજામ તો થશે જ પરંતુ રહેનારા લોકોને પણ મુશ્કભાજપના આગેવાન નો વિસ્તાર છે એટલે ગણેશ પંડાલમાં કોઈ ફેરફાર કરાશે નહીં તેમ જણાવી દીધું હતું.