Baroda

ભાજપ કાર્યકરનો સાડી પહેરેલો ફોટો વાયરલ થતા વિવાદ

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિ અને ભાજપ કાર્યકરનો સાડી પહેરેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા આ સક્રિય કાર્યકરનો ફોટો વાસ્તવિક છે કે AI ટૂલથી બનાવાયો તે સ્પષ્ટ નથી. ડમી એકાઉન્ટ મારફતે પોસ્ટ કરાયાની પણ શક્યતા છે. આ અંગે કાર્યકરે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ કાર્યકરનો સાડી પહેરેલો ફોટો વાયરલ થતા વિવાદ

પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિ અને ભાજપ કાર્યકરનો સાડી પહેરેલો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

પૂર્વ મહિલા કાઉન્સિલર બે ટર્મ સુધી ભાજપના કાઉન્સિલર રહી ચૂક્યા છે, જ્યારે તેમના પતિ પણ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા સક્રિય કાર્યકર છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નામ સાથે સાડી પહેરેલો ફોટો જોવા મળતાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૃ થઈ છે. આ ફોટો વાસ્તવિક છે કે પછી કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મેજિક પઝલ જેવા ફોટો એડિટિંગ ટૂલની મદદથી તૈયાર કરાયો છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફોટો સંબંધિત વ્યક્તિએ પોતે એડિટ કરીને અપલોડ કર્યો હોઈ શકે અથવા કોઈ ડમી (ફેક) એકાઉન્ટ મારફતે પોસ્ટ કરવામાં આવ્યો હોઈ શકે. જોકે, આ તમામ બાબતો હાલ માત્ર ચર્ચા અને અટકળોના આધારે છે. આ સમગ્ર મામલે ભાજપના કાર્યકરનો સંપર્ક કરતાં એમણે આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.