Baroda

સિમેન્ટ આર્ટીકલની કંપનીના ભાગીદારને શેર બજારમાં રોકાણ કરાવી 17.75 લાખ પડાવી લેતી ઠગ ટોળકી સામે ફરિયાદ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા મિહિરકુમાર વડાલીયા સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. 20/11/2025 ના રોજ ફેસબુક પર 'ડો. અમન ચુગ' નામના વ્યક્તિએ શેરબજાર રોકાણની લિંક મોકલી. મિહિરભાઈ '6 Steady Steps Forward' વોટ્સએપ ગ્રુપમાં જોડાયા, જ્યાં રીતિકા આનંદ અને 'VentSecPro' ટીમ દ્વારા તેમને 'VentSecPro' એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. કુલ 17,75,000નું રોકાણ કરાવ્યું. બાદમાં 2.70 કરોડનો નફો બતાવ્યા છતાં, પૈસા ઉપાડવા 50,62,000 કમિશન માંગતા છેતરપિંડીનો અહેસાસ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સિમેન્ટ આર્ટીકલની કંપનીના ભાગીદારને શેર બજારમાં રોકાણ કરાવી 17.75 લાખ પડાવી લેતી ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara Cyber Fraud : વડોદરાના વાસણા-ભાયલી રોડ પર કેપી લક્ઝરીયામાં રહેતા અને સૂર્ય સિમેન્ટ આર્ટીકલના ભાગીદાર મિહિરકુમાર ધનજીભાઈ વડાલીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે
ગત તારીખ 20/11/2025 ના રોજ સાંજે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા ફેસબુક આઈડી પર ડો.અમન ચુગ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. તેમણે શેરબજાર રોકાણ અંગેની એક લિંક મોકલી હતી, જેના પર ક્લિક કરતાં જ હું '6 Steady Steps Forward' નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયો હતો. આ ગ્રૂપનું સંચાલન રીતિકા આનંદ નામની મહિલા અને 'VentSecPro' કંપનીની ટીમ દ્વારા કરવામાં આવતું હતું. ગ્રુપમાં દરરોજ શેરબજારના આઈડિયા આપવામાં આવતા અને સભ્યો દ્વારા મેળવેલા મોટા નફાના સ્ક્રીનશોટ શેર કરવામાં આવતા હતા.
આ બધું જોઈને મેં રીતિકા આનંદ સાથે વોટ્સએપ વીડિયો કોલ પર વાત કરી, જેમણે મને 'VentSecPro' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું. તેમણે આપેલા એક્સિસ બેંક ખાતામાં મેં સૌપ્રથમ તારીખ 24/11/2025 ના રોજ રૂ.1,00,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. એપ્લિકેશનમાં દરરોજ અંદાજે 10 ટકા પ્રોફિટ બતાવવામાં આવતો હોવાથી રૂ.17,75,000 નું રોકાણ કરી દીધું.
તારીખ 30/12/2025 ના રોજ એપ્લિકેશનમાં મારો કુલ નફો રૂ.2.70 કરોડ બતાવતો હતો. પરંતુ જ્યારે મેં આ રકમ ઉપાડવાનો (Withdrawal) પ્રયાસ કર્યો, ત્યારે મને પૈસા ઉપાડવા દેવામાં આવ્યા નહીં. સામે પક્ષે મારી પાસે રૂ.50,62,000 નું કમિશન જમા કરાવવાની માંગણી કરવામાં આવી. મેં નફામાંથી કમિશન કાપી લેવા વિનંતી કરી, પણ તેમણે ઈનકાર કર્યો. ત્યારે મને મારી સાથે સાયબર ફ્રોડ થયાનું લાગતા મેં 1930 પર ફોન કરી ફરિયાદ લખાવી હતી.