Baroda

કંપનીના કર્મચારી દ્વારા જ ૩૭.૧૬ લાખની છેતરપિંડી

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કંપનીના કર્મચારી અને અન્ય કંપનીના માલિકે મળી 37.16 લાખની છેતરપિંડી આચરી છે. અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લવકુશ બંગ્લોઝના મનન દાવડાની શુકાન એન્જિનિયર કંપનીના કર્મચારી પ્રશાંત જાંબનીએ રોટોર્ક વાલ્વ ઓટોમેશનના પ્રવીણકુમાર સાથે મળીને 24.38 લાખનો માલ ન મોકલી કુલ 37.16 લાખની છેતરપિંડી કરી. પ્રશાંત નોકરી છોડી ફરાર છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંપનીના  કર્મચારી દ્વારા જ ૩૭.૧૬ લાખની છેતરપિંડી

કંપનીના કર્મચારીએ જ અન્ય કંપનીના માલિક સાથે મળીને ૩૭.૧૬ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાસણારોડ લવકુશ બંગ્લોઝમાં રહેતા મનનભાઇ કશ્યપભાઇ દાવડા તથા અન્ય ત્રણ લોકો શુકાન એન્જિનિયર પ્રા.લિ. કંપનીમાં ડાયરેક્ટર છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપી પ્રશાંત જનાદર્નભાઇ જામની (રહે.મુંબઇ) એ નવેમ્બર - ૨૦૨૫ માં અમારો સંપર્ક કરી કહ્યું હતું કે,અમારી કંપની એપકો ફડચામાં ગઇ છે. તમે મને નોકરી પર રાખી રૃપિયા આપો અથવા અમારી કંપની ખરીદ કરી લો. તેના પર વિશ્વાસ રાખી તેને માસિક ૫૦ હજારના પગાર પર અમારી કંપનીમાં રાખ્યો હતો. શરૃઆતમાં તેણે સારા એવા ઓર્ડર અપાવી નફો કરી આપ્યો હતો. તેણ ે મારી પાસે લોનની માગણી કરતા મેં કુલ ૧૨.૭૮ લાખ આપ્યા હતા. પ્રશાંતના કહેવાથી તેના ઓળખીતા રોટોર્ક વાલ્વ ઓટોમેશ કંપનીના માલિક પ્રવિણકુમાર (રહે.થાને, મહારાષ્ટ્ર) ની વાત કરી જણાવ્યું હતું કે, આ કંપની પાસેથી વાલ્વ ખરીદશો તો મોટો નફો થશે. તેની વાતોમાં આવીને મેં ઓર્ડર આપવાનું શરૃ કર્યું હતું. મેં ચૂકવેલા ૩૫.૮૦ લાખ પૈકી ૨૪.૩૮ લાખ રૃપિયાનો માલ તેમણે મને મોકલ્યો નહતો. દરમિયાન પ્રશાંત પણ કોઇને જાણ કર્યા વગર નોકરી છોડીને જતો રહ્યો હતો.