Baroda

બસ સેવા ન હોવાથી કોલેજના વિદ્યાર્થીઓ ખાનગી વાહનોના સહારે : શેરખી સુધી સીટી બસ દોડાવવા રજૂઆત

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કોયલી-ઊંડેરા રોડ પરની વેદ B.S.W. અને M.S.W. કોલેજના વિદ્યાર્થીઓએ શેરખી સુધી સિટી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓને અવરજવરમાં પડતી મુશ્કેલી અને ખાનગી વાહનોના વધુ ખર્ચને કારણે આજે કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને આવેદનપત્ર આપ્યું. અગાઉ પણ રજૂઆત કરાઈ હતી. સવારે 10 થી 2ના કોલેજ સમયને ધ્યાને લઈ 9 વાગ્યે અને 2:30 વાગ્યે બસ શરૂ કરવા માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બસ સેવા ન હોવાથી કોલેજના વિદ્યાર્થીઓ ખાનગી વાહનોના સહારે : શેરખી સુધી સીટી બસ દોડાવવા રજૂઆત

Vadodara Corporation : વડોદરાના કોયલી-ઊંડેરા રોડ પર આવેલી વેદ બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. કોલેજના વિદ્યાર્થીઓને અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે શેરખી સુધી સીટી બસ સેવા શરૂ કરવાની માગ ફરી ઉઠી છે.
અગાઉ પણ કોલેજ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી બસ સેવા શરૂ ન થતાં આજે વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી વહેલી તકે બસ સેવા શરૂ કરવાની માગ કરી છે.
કોલેજમાં વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રોજ અવરજવર કરે છે. પરંતુ વડોદરા રેલવે સ્ટેશનથી શેરખી સુધી સીટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે સમયનો વેડફાટ થવાની સાથે મુસાફરીનો ખર્ચ પણ વધી રહ્યો છે.
કોલેજનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો હોવાથી વિદ્યાર્થીઓએ સવારે 9 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી શેરખી અને બપોરે 2:30 વાગ્યે શેરખીથી વડોદરા રેલવે સ્ટેશન સુધી સીટી બસ શરૂ કરવાની માગ કરી છે.
વધુમાં જણાવ્યા મુજબ, આ બસ સેવા શરૂ કરવામાં આવે તો માત્ર કોલેજના વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ શેરખી અને આસપાસના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય મુસાફરોને પણ જાહેર પરિવહનની સુવિધા મળી રહેશે.