Baroda

સરદાર એસ્ટેટ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, એક બુટલેગર ગિરફ્તાર

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા PCB સ્ટાફે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લેપ્રેસી ગ્રાઉન્ડ પાસેથી અલ્ટો કાર અટકાવી હતી. કારમાંથી ₹88,560ની કિંમતનો 240 બોટલ રોયલ સ્ટેગ વ્હીસ્કી અને 48 ટીન બડવાઈઝર બીયરનો જથ્થો મળ્યો. પોલીસે કાર ચાલક ગૌતમ સરવૈયાની ધરપકડ કરી ₹2,93,560નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીએ આ દારૂ પ્રિતેષ ઉર્ફે ચીન્ટુ માયાવંશીએ ભરી આપ્યો હોવાનું અને સંતોષને પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર એસ્ટેટ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, એક બુટલેગર ગિરફ્તાર

Vadodara Police : વડોદરા પીસીબીનો સ્ટાફ ગઈકાલે 20 સપ્ટેમ્બર સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે અલ્ટો કારમાં દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે. પોલીસે લેપ્રેસી ગ્રાઉન્ડ બહાર વોચ ગોઠવી કારને અટકાવી હતી. કારની તપાસ કરતા અંદરથી રોયલ સ્ટેગ વ્હીસ્કીની 240 બોટલ અને બડવાઈઝર બીયરના 48 ટીન મળી કુલ 288 નંગ દારૂનો જથ્થો કિંમત રૂપિયા 88,560 નો મળી આવ્યો હતો.
પોલીસે કાર ચાલક ગૌતમ ધનસુખભાઈ સરવૈયા (રહે.માધવનગર, વડોદરા) ની ધરપકડ કરી રૂ.5,000 નો મોબાઈલ તથા રૂ.2,00,000ની કાર મળીને કુલ રૂ.2,93,560 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો માધવ નગરના પ્રિતેષ ઉર્ફે ચીન્ટુ માયાવંશી એ ભરી આપ્યો હતો અને તે ગોત્રી તળાવ પાસે રહેતા સંતોષ નામના ઈસમ પહોંચાડવાનો હતો.