તરસાલીની સ્કૂલ પાસે ફ્લેટમાંથી માદક પદાર્થ સાથે સાળા-બનેવી ઝડપાયા, 8 દિવસમાં ચોથો કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેર એસઓજીએ આજે ફરી એક વાર ડ્રગ્સ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે આઠ દિવસમાં ડ્રગ્સનો ચોથો કેસ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે કુલ 36 કેસ કરી બે કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
તરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલય પાસેના હરી એપાર્ટમેન્ટમાં માદક પદાર્થનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની અને સાળા-બનેવી આ જથ્થો વેચવા માટે લાવ્યા હોવાની વિગતો મળતા એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.જીતિયા અને ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે અનોપ મનોહર બિસ્નોઈ અને તેના સાળા મનોહર ઉકારામ બિસ્નોઈ (રામી બિશ્નોઇના મકાનમાં ભાડેથી, તરસાલી મૂડ સાંચોર, રાજસ્થાન) ને ઝડપી પાડી તેમને પાસેથી પોશડોડાનો રૂ.૬૦ હજાર ઉપરાંતની કિંમતનો 4 કિલો જથ્થો કબજે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં આ જથ્થો તેઓ ટ્રેન મારફતે મધ્યપ્રદેશના મંદ સૌર ખાતેથી ગોવિંદ પાસે લાવ્યા હોવાની વિગતો ખુલી છે. જેથી પોલીસે તેના ગ્રાહકો તેમજ અન્ય સાગરિતોની તપાસ હાથ ધરી છે.









