Baroda

ગણેશોત્સવ દરમિયાન દાદાના ઘરે રહેવા આવેલા પૌત્રની લાશ ઝાડ પર લટકતી મળી

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં બે યુવકોએ આપઘાત કરતાં ચકચાર મચી છે. તરસાલી બાયપાસ પાસે 19 વર્ષના રોહિત રાઠોડિયાએ ગાર્ડનમાં ઝાડની ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તે ગણેશોત્સવમાં દાદા-દાદીના ઘરે આવ્યો હતો. અન્ય એક ઘટનામાં, યુ.પી.થી આવેલા વિજયપાલ સૈનીએ દુમાડ ગામની IIIT કોલેજની મેસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે બંને કેસમાં તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશોત્સવ દરમિયાન  દાદાના ઘરે રહેવા આવેલા પૌત્રની લાશ ઝાડ પર લટકતી મળી

દાદાના ઘરે રહેવા આવેલા ૧૯ વર્ષના પૌત્રે ઝાડની ડાળી પર ફાંસા ખાઇને આપઘાત કરી લીધો હતો.જ્યારે અન્ય કેસમાં યુ.પી.થી વડોદરા કામ ધંધા માટે આવેલા યુવકે કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી બાયપાસ નવીનગરીમાં રહેતા દાદા દાદીના ઘરે ગણેશોત્સવમાં રહેવા માટે રોહિત હરમાનભાઇ રાઠોડિયા (રહે. ડભોઇ) અને તેનો ભાઇ આવ્યા હતા. તેઓના માતા પિતાનું ૧૦ વર્ષ અગાઉ અવસાન થયું હતું. નેશનલ હાઇવે તરસાલીથી જાંબુવા બ્રિજ તરફ જતા રોડ પર હોટલ ગિરનારની પાછળ આવેલા એક ગાર્ડનમાં તેના દાદા સિક્યુરિટી જવાન તરીકે કામ કરતા હતા. બગીચાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડની ડાળી પર રોહિતે ફાંસો ખાઇ લીધો હતો. કપુરાઇ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રવિન્દ્રસિંહે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, પરિવાર સાથે કામ ધંધા બાબતે ઝઘડો થતા યુ.પી.થી ઘર છોડીને આવેલા વિજયપાલ સૈનીએ વડોદરા નજીક દુમાડ ગામે નવી બંધાતી આઇ.આઇ.આઇ.ટી. કોલજેની મેસમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.