Baroda

જેટિંગ મશીન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો આમને-સામને, તુ-તુ મેં-મેં બાદ મામલો થાળે પડ્યો

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં ગઈકાલે મોડી રાત્રે ડ્રેનેજ સફાઈ વખતે ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મોગલવાડા, બરાનપુરા અને વાડી વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ સમસ્યા છે. કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભાજપના કાઉન્સિલરોની ગેરસમજથી મશીન અન્યત્ર લઈ જવાનો પ્રયાસ કરાયો. જોકે, ગેરસમજ દૂર થતાં મામલો થાળે પડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જેટિંગ મશીન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો આમને-સામને, તુ-તુ મેં-મેં બાદ મામલો થાળે પડ્યો

Vadodara Corporation :
વડોદરામાં ગઈકાલે બુધવારે મોડી રાત્રે ડ્રેનેજ સફાઈની કામગીરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં ગેરસમજ દૂર થતાં મામલો થાળે પડ્યો હતો અને જેટિંગ મશીનને અન્ય સ્થળે મોકલીને સફાઈની કામગીરી શરૂ કરાઈ હતી.

કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે જણાવ્યું કે મોગલવાડા, બરાનપુરા અને વાડી વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજની ગંભીર સમસ્યા છે. આ વિસ્તારોમાં સફાઈ માટે જેટિંગ મશીન કાર્યરત હતું, પરંતુ ભાજપના કાઉન્સિલરોને ગેરસમજ થતાં તેમણે કામગીરી અધવચ્ચે જ મશીન અન્યત્ર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ ભાજપના કાઉન્સિલર દીપિકા પટણી અને અંકિતા સોનીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પણ ડ્રેનેજની ગંભીર સમસ્યા હોવાથી તેમણે અગાઉથી જેટિંગ મશીન મંગાવ્યું હતું. તેમના કહેવા મુજબ, નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા બાદ મશીનને બીજા સ્થળે મોકલવામાં આવ્યું હતું.