બીસીસીઆઈની ૯૫મી એજીએમમાં બીસીએનું પ્રતિનિધિત્વ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પ્રમુખે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે યોજાયેલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ૯૫મી વાર્ષિક સામાન્ય સભામાં બીસીએના આગામી ક્રિકેટ- કાર્યક્રમોની વિગતો જણાવી હતી.
વડોદરા આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુકાબલાઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૬થી બીસીએ સ્ટેડિયમ ખાતે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચેની શ્રેણી યોજાશે. ત્યારબાદ ભારત અંડર-૧૯ અને ઇંગ્લેન્ડ અંડર-૧૯ વચ્ચેની શ્રેણીનું આયોજન કરાશે.
આ ઉપરાંત, ફેબુ્રઆરી, ૨૦૨૭માં યોજાનારી પ્રથમ આઈસીસી ચેમ્પિયન્સ લીગ માટે બીસીએ સ્ટેડિયમને યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સહિતની ટીમો ભાગ લેશે. આ આયોજનથી વડોદરાને વૈશ્વિક ક્રિકેટ ક્ષેત્રે વધુ ઓળખ મળવાની સંભાવના ઊભી થઈ છે.
એજીએમ બાદ પ્રમુખ પ્રણવ અમીને બીસીએની સિદ્ધિઓનો શ્રેય સમગ્ર ટીમની મહેનત અને બીસીસીઆઈ સાથેના મજબૂત સંબંધોને આપ્યો હતો.




