Baroda

બરોડા ડેરીની AGM માં દૂધ ઉત્પાદકોને 90 કરોડનો ભાવ ફેર અપાયો, વિરોધીઓ સભામાં ચુપ રહ્યા

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
બરોડા ડેરીની 69મી વાર્ષિક સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો માટે 90 કરોડનો ભાવફેર જાહેર કરાયો. આ વર્ષે 1572 કરોડનું ટર્નઓવર નોંધાયું, જોકે દૂધની આવકમાં 75 લાખ લિટરનો ઘટાડો થતાં ભાવફેર ગત વર્ષ કરતાં 10 કરોડ ઓછો મળ્યો. પૂર્વ સાંસદ અને ધારાસભ્યો સહિત 500થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા, જ્યાં પ્રમુખ દીનુ મામાએ ડેરીની કામગીરી રજૂ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીની AGM માં દૂધ ઉત્પાદકોને 90 કરોડનો ભાવ ફેર અપાયો, વિરોધીઓ સભામાં ચુપ રહ્યા

Baroda Dairy : બરોડા ડેરીની આજે મળેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં દૂધ ઉત્પાદકોને 90 કરોડનો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો.
બરોડા ડેરીની 69મી એજીએમમાં ડેરીના વાર્ષિક હિસાબો રજૂ કરાતા સભાસદોએ મંજૂરી આપી હતી. બરોડા ડેરીએ આ વર્ષે 1572 કરોડ જેટલું ટર્નઓવર કર્યું છે. જ્યારે દૂધની આવકમાં 75 લાખ લીટર જેટલો ઘટાડો થતાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરની રકમમાં ગત વર્ષની સરખામણીમાં 10 કરોડનો ઘટાડો થયો છે.
બરોડા ડેરીની એજીએમમાં પૂર્વ સાંસદ અને વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના બે ધારાસભ્ય સહિતના 500થી વધુ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રમુખ દીનુ મામા અને ઉપપ્રમુખ જી.બી.સોલંકી દ્વારા ડેરીની કામગીરી તેમજ વિકાસના કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા. જો કે ડેરીના દૂધ ઉત્પાદકોને ભાવ ફેર વધુ મળે અને જુદી જુદી માંગણીઓ કરીને રજૂઆતો કરનારા આગેવાનો વાર્ષિક સભામાં ચૂપ રહ્યા હતા. પરિણામે ડેરીના એજન્ડાને લગતી કામગીરી માત્ર પાંચ મિનિટમાં જ સંપન્ન થઈ હતી. જ્યારે સભાસદોના સન્માન તેમજ વધુ દૂધ આપનાર મંડળીઓના સન્માન જેવા કાર્યક્રમો લાંબા ચાલ્યા હતા.