Baroda

કેન્દ્રના નાણામંત્રીના ફેક વીડિયોથી અંજાઇને બેન્ક અધિકારીએ 12.68 લાખ ગુમાવ્યા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સનફાર્માના શ્રીધર રેસિડેન્સીમાં રહેતા રક્ષેશ બૂચ નામના ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. ફેસબુક પર શેરબજારમાં રોકાણથી દૈનિક 75,000 કમાણીની જાહેરાત જોઈ તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું. અલી નામના ઠગે ભારત સરકારની ક્વોન્ટમ AI સ્કીમ અને ક્રૂડ ઓઇલ રોકાણના બહાને કુલ 12.68 લાખ રૂપિયા જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા. તેમને ફક્ત 11,800 પાછા મળ્યા અને વધુ 7 લાખની માંગણી થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રના નાણામંત્રીના ફેક વીડિયોથી અંજાઇને બેન્ક અધિકારીએ 12.68 લાખ ગુમાવ્યા

વડોદરાની એક ખાનગી બેન્કમાંં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા એક કર્મચારી ઓનલાઇન ઠગોના ચક્કરમાં ફસાતાં રૃ.૧૨.૬૮ લાખ ગુમાવ્યા છે.
સનફાર્મા ખાતે શ્રીધર રેસિડેન્સીમાં રહેતા રક્ષેશ બૂચે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૫ ફેબુ્રઆરીએ મારા ફેસબુક પર હિન્દી ન્યૂઝ ચેનલની એન્કરનો વીડિયો જોયો હતો.જેમાં કેન્દ્રના નાણામંત્રીનો એક વીડિયો મૂકવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં શેર માર્કેટમાં રૃ.૨૨ હજારનું રોકાણ કરીને ડેઇલી ૭૫૦૦૦ મળે છે તેમજ મહિને રૃ.૧૬ લાખ સુધીની રકમ મળશે તેમ દર્શાવાયું હતું.રોકાણની સ્કીમ માટે સવારે ૮ થી રાત્રે ૯ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.આ સાથે બીજો પણ એક વીડિયો હતો.
ફરિયાદીએ કહ્યું છે કે,મેં રજિસ્ટ્રેશન કરાવતાં મારા પર અલી નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે ભારત સરકારની ક્વોન્ટમ એઆઇ સ્કીમમાં રૃ.૨૨ હજાર ભરવા કહ્યું હતું.અલીએ ક્રુડ ઓઇલમાં રોકાણની સ્કીમ પણ સમજાવી હતી અને સાઉદીના બાદશાહ સાથે વાત કરાવી હતી.અલીએ યુધ્ધને કારણે મોટો ફાયદો થશે તેમ કહી જુદા જુદા ખાતાઓમાં કુલ રૃ.૧૨.૮૦ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.મને અત્યાર સુધીમાં રોકાણની સામે માત્ર રૃ.૧૧,૮૦૦ જ પરત મળ્યા છે અને મારી પાસે રૃ.સાત લાખ જેટલી રકમની માગણી કરવામાં આવી રહી છે.