Baroda

વડોદરામાં 75 કરોડની અપ્રમાણસર મિલકત ધરાવતા જયસ્વાલ ગેંગના આરોપીની જામીન અરજી નામંજૂર

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રતનપુરની કુખ્યાત જયસ્વાલ ગેંગના સભ્ય હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલની ગુજસીટોક હેઠળની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આરોપી અને તેની ગેંગ વિદેશી દારૂની હેરાફેરી, ધાકધમકી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતી હતી. પોલીસે ઓક્ટોબર 2025માં ફરિયાદ નોંધી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા અને ₹73.38 કરોડની અપ્રમાણસર મિલકતો ધ્યાને લઈ અરજી રદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં 75 કરોડની અપ્રમાણસર મિલકત ધરાવતા જયસ્વાલ ગેંગના આરોપીની જામીન અરજી નામંજૂર

Vadodara News  : સંગઠિત ગેંગ બનાવી ગેરકાયદે વિદેશી દારૂ.ની હેરાફેરી, ધાકધમકી, હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી રતનપુરની જયસ્વાલ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ હાલ જેલમા રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ગુનાની ગંભીરતા અને અપ્રમાણસર મિલકતોને ધ્યાને રાખી અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, વરણામા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ  ઓક્ટોબર 2025માં આરોપી હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ વડોદરા ગ્રામ્ય,  અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં સંગઠિત થઈને ગેરકાયદે વિદેશી દારૂ.ની હેરાફેરી, ધાકધમકી, હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હતા.

આ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપી હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલે જામીન અરજી મૂકી હતી.જામીન અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ દલીલ કરી હતી કે, આરોપીના બેંક ખાતાઓમાં દારૂ.ના વેચાણના નાણાં યુ.પી.આઈ. મારફતે જમા થયા છે. સમગ્ર ગેંગની કાયદેસરની આવક રૂ.. 1.64 કરોડ છે જ્યારે તેમની સામે રૂ.. 75.3 કરોડની જંગમ-સ્થાવર મિલકતો મળી આવી છે.

રૂ.. 73.38 કરોડનો આ મોટો અસામાન્ય તફાવત ગેરકાયદે પ્રવૃત્તિઓ દર્શાવે છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે,અરજદારનો ગુનાહિત ઇતિહાસ જોતાં અને હાઇકોર્ટે મુક્ત કરેલા અન્ય આરોપીઓ કરતાં હાલના અરજદાર સામે વધુ ગુનાઓ હોવાથી પેરીટીનો લાભ આપી શકાય નહીં.