Baroda
અનગઢમાં BOB નું ATM તોડવાનો પ્રયાસ,નર્સિંગ સ્ટાફ જાગી જતાં બુકાનીધારીઓ રિક્ષામાં ફરાર
By GS Team
29 Jul 20261 min read
બેન્ક ઓફ બરોડાની અનગઢ શાખામાં ATM તોડવાનો પ્રયાસ થયો હતો. 29મીએ રાત્રે 3.20 કલાકે બે અજાણ્યા શખ્સો હથોડા વડે ATMનો લોખંડનો વોલ્ટ અને લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંદરનો બીજો દરવાજો ન તૂટતા અને હોસ્પિટલનો સ્ટાફ જાગી જતાં બંને રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક ઓફ બરોડાની અનગઢ શાખાનું એટીએમ તોડવાનો પ્રયાસ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.
બેન્ક ઓફ બરોડાની અનગઢ શાખાના મેનેજર પ્રતીક પરમારે પોલીસને કહ્યું છે કે,સ્થાનિક ગ્રામજને એટીએમ તૂટયું હોવાની જાણ કરતાં તપાસ કરી તો તા.૨૯મીએ રાત્રે ૩.૨૦ કલાકે બે શખ્સ હથોડો લઇને એટીએમમાં જતા અને બહાર નીકળતા દેખાયા હતા.
બંને શખ્સોએ મોંઢે રૃમાલ બાંધેલો હતો અને રિક્ષામાં આવ્યા હતા.તેમણે પૈસા મુકવાના લોખંડના વોલ્ટનો દરવાજો અને લોક તોડયા હતા.પરંતુ અંદરનો બીજો દરવાજો તૂટે તૂટયો નહતો.આ વખતે અવાજ સાંભળી ઉપરની હોસ્પિટલનો સ્ટાફ જાગી જતાં બે જણા રિક્ષામાં ભાગી જતા દેખાયા હતા.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.