આજવારોડ પર ગણપતિ સ્થાપનાના વિવાદમાં હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડ પર ગણેશજીની સ્થાપના માટે મંડપ બાંધી રહેલા સોસાયટીના પ્રમુખ સાથે ઝઘડો કરી હુમલો કરનાર આરોપી સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શહેરના આજવા રોડ પર આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા દિપક દિલીપભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈ તા. ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે આશરે ૧ વાગ્યે હું સોસાયટીના અન્ય રહીશો સાથે મળીને ગણેશોત્સવ માટે સોસાયટીના આંગણમાં મંડપ બાંધી રહ્યો હતો.
તે સમયે અમારી સોસાયટીમાં ભાડેથી રહેતો કૃણાલ અંબાલાલ સોલંકી કેટલાક અન્ય શખ્સો સાથે ત્યાં આવ્યો હતો. અહીંયાં ગણપતિની સ્થાપના કેમ કરો છો , અહીંયા ગણપતિ નહીં બેસાડવાના, તેમ કહી કૃણાલ મને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. તેણે મારા ગળામાં પહેરેલી ૧૭.૬૯૦ ગ્રામની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. તેમજ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સોસાયટીના રહીશો છોડાવવા વચ્ચે પડતાં કૃણાલે તેમની સાથે પણ મારપીટ કરી હતી. ત્યારબાદ પણ કૃણાલ અવારનવાર મને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.




