Baroda

વિસર્જન યાત્રા દરમિયાન વીડિયો ઉતારતા યુવક પર હુમલો

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
ગઈકાલે રાત્રે વારસિયા તળાવ પાસે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન, મોપેડ સ્લિપ થતા અજાણ્યા 3-4 ઈસમોએ વેપારી મુરલીધર મંગવાણી, તેમના પુત્ર મોહન અને ઓમ વલેચા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઓમ વીડિયો ઉતારતો હતો ત્યારે આ ઘટના બની. કુંભારવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિસર્જન યાત્રા દરમિયાન વીડિયો ઉતારતા યુવક પર હુમલો

વિસર્જન યાત્રા દરમિયાન ટુ વ્હીલર સ્લિપ થઇ જતા ત્રણ થી ચાર આરોપીઓએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયાની એસ.કે. કોલોનીમાં રહેતા વેપારી મુરલીધર કિશનચંદ મંગવાણીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે ગણપતિનો તહેવાર હોઇ રાત્રે સાડા અગિયાર વાગ્યે અમારા મહોલ્લાના ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવાનું હોઇ મારો દીકરો મોહન તથા ઓમ મહેન્દ્રકુમાર વલેચા, મનીષ ઘનશ્યામભાઇ કેશવાણી તથા મહોલ્લાના અન્ય લોકો કારમાં મૂર્તિ મૂકી વારસિયા તળાવમાં વિસર્જન કરવા માટે નીકળ્યા હતા.ઓમ વલેચા વીડિયો ઉતારતો હતો. તે દરમિયાન જૂના આર.ટી.ઓ. તરફથી મોપેડ પર ત્રણ સવારી આવતા યુવકોનું મોપેડ ઓમની આગળ આવી સ્લિપ થઇ ગયું હતું. મોપેડ પરથી અજાણ્યા લોકોએ આવી ઓમ સાથે ઝઘડો કરી તેને લાફો મારી દીધો હતો. હુંઅને મારો પુત્ર છોડાવવા પડતા તેઓએ અમને પણ માર માર્યો હતો. મને તથા મારા પુત્રને હાથમાં પહેરવાના કડાથી ઇજા થઇ હતી.દરમિયાન અન્ય લોકો આવી જતા તમને જોઇ લઇશું તેવી ધમકી આપી આરોપીઓ જતા રહ્યા હતા.