Baroda

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતાં પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં આજે સવારે 2 કલાકમાં 1.7 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ વિરામ છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી તેજ કરાઈ છે. કમાન્ડ સેન્ટરથી લાઈવ મોનીટરીંગ થઈ રહ્યું છે. અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. આજવા અને પ્રતાપપુરામાં પાણીની આવકથી રાહત છે. વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્તરથી નીચે છે, છતાં તંત્ર આગામી વરસાદ માટે સજ્જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતાં પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું

Vadodara Rain Update : વડોદરા શહેરમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ થંભતા વહીવટી તંત્રને રાહત મળી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે. બડામડી બાગ ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર શહેરની વરસાદી સ્થિતિ તેમજ નીચાણવાળા વિસ્તારોનું સતત લાઈવ મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે શહેરમાં સવારે બે કલાકમાં અંદાજે 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે અધિકારીઓ અને ફિલ્ડ ટીમો સતત કામગીરી કરી રહી છે. એપીએસ ખાતે ડ્રેનેજના વધારાના પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ઉપરવાસમાં સારા વરસાદના કારણે આજવા અને પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક શરૂ થતાં રાહતના સમાચાર મળ્યા છે. હાલ વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સપાટી ભયજનક સ્તરથી ઘણી નીચે હોવાથી ગભરાવાની જરૂર નથી. તેમ છતાં આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક છે.
વધુમાં કહ્યું કે આજે અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગની આગાહી મુજબ સાંજના સમયે વધુ બે કલાક સુધી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. તેને પહોંચી વળવા માટે તમામ વિભાગોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને જરૂરી તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે.